Charotar Sandesh
સ્પોર્ટ્સ

ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલાં ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સ માટે નવો નિયમ…

ન્યુ દિલ્હી : બોલ ચમકાવવા માટે ખેલાડીઓ નહિ કરી શકે માથું, મોઢા અને ગળાંના પરસેવાનો ઉપયોગ
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કોવિડ ૧૯ સંક્રમણ ફેલાવવાના જોખમને ઓછું કરવાની કોશિશમાં ઈંગ્લેન્ડની સામે લિમિટેડ ઓવરની સીરિઝ દરમિયાન બોલ ચમકાવવા માટે પોતાના ખેલાડીઓને માથું, મોઢા અને ગળાંના પરસેવાનો ઉપયોગ કરવા પર રોક લગાવી દીધી છે. આઈસીસીએ કોરોના મહામારીથી બચવા માટે સ્વાસ્થ્ય સુરક્ષા માટે બોલ પર લાળના ઉપયોગ પર બેન લગાવી દીધો છે. જો કે, ખેલાડી શરીરના કોઈપણ ભાગમાંથી પરસેવો લઈ શકે છે અને તેને બોલ પર લગાવી શકે છે.
સીએ આ વાયરસને ફેલાતો અટકાવવા અને કોઈપણ જોખમને ઓછું કરવા માટે સતર્કતાથી નિર્ણયો લઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિય ક્રિકેટ અનુસાર મેડિકલ સલાહને આધારે તેણે પોતાના ખેલાડીઓને કહ્યું છે કે, તે મોઢા અથવા નાકની પાસેના પરસેવાનો ઉપયોગ ન કરે. ૪ સપ્ટેમ્બરથી સાઉથૈમ્પટનમાં ઈંગ્લેન્ડ સામે રમાનાર સીરિઝ દરમિયાન પેટ કે કમરના ભાગ પાસેથી જ પરસેવાનો ઉપયોગ કરવાનો વિકલ્પ બચ્યો છે. ટીમના મુખ્ય બોલર મિશેલ સ્ટાર્કને લાગે છે કે સીમિટ ઓવરોના ફોર્મેટમાં વધારે અસર નહીં પડે.
સ્ટાર્કે કહ્યું કે, સફેદ બોલની ક્રિકેટમાં તે એટલું ઈમ્પોર્ટન્ટ નથી. એક વખત નવા બોલથી રમવાનું થાય છે, તમે તેને સુકો રાખવાનો પ્રયાસ કરે છે. તે લાલ બોલની ક્રિકેટમાં વધારે મહત્વ હોય છે. ઈંગ્લેન્ડના ખેલાડી વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાનની સામે સીરિઝ દરમિયાન પોતાની પીઠ કે માથાના પરસેવાનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા.

Related posts

શોએબ મલિક ટી-૨૦માં ૧૦ હજાર બનાવનાર એશિયાનો પ્રથમ ખેલાડી બન્યો…

Charotar Sandesh

ભારતની ‘વિરાટ’ જીત : દ.આફ્રિકાનો ૩-૦થી વ્હાઇટવૉશ…

Charotar Sandesh

બુમરાહે અનિલ કુંબલેની બોલિંગ કોપી કરી : વીડિયો વાયરલ

Charotar Sandesh