Charotar Sandesh
વર્લ્ડ

ઈન્ડો-પેસિફિકમાં ભારત અમારું સૌથી મહત્ત્વનું ભાગીદાર : અમેરિકા

USA : અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે પત્રકાર પરિષદમાં ભારતને ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં અમેરિકાના સૌથી મહત્ત્વના ભાગીદારોમાંના એક તરીકે ઓળખાવ્યું હતું. એક અગ્રગણ્ય વૈશ્વિક સત્તા તરીકે ભારતના ઉદયને અમે આવકાર આપીએ છીએ.
નેડ પ્રાઈસે એમ પણ કહ્યું હતું કે ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં ભારત નેટ સિક્યુરિટી તરીકેની જે ભૂમિકા ભજવે છે એને પણ અમે આવકારીએ છીએ. અમે બંને દેશ રાજદ્વારી બાબતોથી લઈને સુરક્ષાને લગતા પ્રશ્નો, સંરક્ષણ ક્ષેત્ર, અણુ-બિનપ્રસારણ, ત્રાસવાદ-વિરોધી જંગ, પર્યાવરણ રક્ષણ, શિક્ષણ, ટેક્નોલોજી, કૃષિ, અવકાશ-સામુદ્રિક સંશોધન જેવા વિસ્તારોમાં સહકાર કરીએ છીએ.

  • Naren Patel

Related posts

યુએઇમાં રાફેલ હતા ત્યાં ઇરાને મિસાઇલ હુમલો કરતાં ખળભળાટ…

Charotar Sandesh

ભારતને વધુ એક ઝટકો : વિશ્વ બેન્કે વિકાસ દર ઘટાડીને ૬ ટકા કર્યો…

Charotar Sandesh

નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધુ સાત કેસ અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં નોંધાયા

Charotar Sandesh