Charotar Sandesh
સ્પોર્ટ્સ

ઈન્સ્ટાગ્રામ પર હાર્દિક પંડ્યાએ જાહેર કર્યું પુત્રનું નામ, ગિફ્ટમાં મળી મર્સિડિઝ કાર…

ન્યુ દિલ્હી : હાલમાં જ પેરેન્ટ્‌સ બનેલ ટીમ ઈન્ડિયાના યુવા ઓલરાઉન્ડ હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિચે પોતાના પુત્રનું નામકરણ કરી લીધું છે. ફેન્સને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની તમામ અપડેટ અંગે જાણકારી આપનાર પંડ્યાએ પોતાના પુત્રનું નામ પણ ઈન્સ્ટાગ્રામના માધ્યમથી જણાવી દીધું છે. હાર્દિક પંડ્યાના પુત્ર માટે એક કાર ડીલર કંપની મર્સિડિઝ-એએમજીએ આ કારના મોડલવાળી ટોયકાર ગિફ્ટમાં મોકલી છે.
હાર્દિકે આ ગિફ્ટ માટે કંપનીને થેન્ક્‌્યુ પણ કહ્યું અને આ સાથે તેણે પોતાના પુત્રનું નામ પણ લખ્યું હતું. હાર્દિકે આ ગિફ્ટની સાથે એક તસવીર ક્લિક કરતાં પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કંપનીને થેન્ક્‌્યુવાળો ફોટો પોસ્ટ કર્યો હતો. હાર્દિકે લખ્યું કે, અગસ્ત્યાની પહેલી એએમજી માટે થેન્કયૂ એએમજી બેંગ્લોર. એટલે કે હાર્દિક અને નતાશાએ તેના પુત્રનું નામ અગસ્ત્યા રાખ્યું છે. પિતા બન્યા બાદ જ હાર્દિક પિતા બનવાની તમામ જવાબદારીઓ ખુબ જ સારી રીતે નિભાવી રહ્યો છે.
તે સમય-સમય પર સોશિયલ મીડિયા પર પોતાના પિતાવાળી ડ્યુટી નિભાવતો હોય તેવા ફોટોસ પણ તેના ફેન્સ માટે શેર કરતો હતો. હાર્દિક આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતો હોય છે. ૧૯ સપ્ટેમ્બરે શરૂ થનાર આ ટુર્નામેન્ટ માટે ટૂંક સમયમાં જ હાર્દિકને પોતાની ટીમ સાથે જોડાવું પડશે. અને યુએઈ જવા માટે રવાના થવું પડશે.

Related posts

અન્ડર-૧૯ રાષ્ટય ટીમના કોચ બનવાના પ્રસ્તાવને યુનુસ ખાને નકાર્યો

Charotar Sandesh

કેપ્ટને હંમેશાં શાંત રહેવું જોઈએ, ઉગ્ર નહીં : સલમાન બટ

Charotar Sandesh

૨૫ સપ્ટેમ્બરથી ૩૦ ઓક્ટોબર દરમિયાન IPL આયોજન થાય તેવી સંભાવના…

Charotar Sandesh