મુંબઈ : બોલિવૂડના જાણીતા એક્ટર ઇરફાન ખાનનું ૫૪ વર્ષની વયે મુંબઈ ખાતે આજે નિધન થયું હતું. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ગઈકાલે જ તેમને આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઇરફાન ખાનના મોતના સમાચારની મનોરંજનની સાથે ક્રિકેટ જગતમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.
ઈરફાનના મોતના સમાચારને લઈ ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે ટિ્વટ કરીને લખ્યું, ઈરફાન ખાનના મોતના સમાચાર સાંભળી દુઃખ થયું. તે મારા ફેવરિટ એક્ટર પૈકીનો એક હતો. મેં લગભગ તેની દરેક મૂવી જોઈ હતી. તે એક્ટિંગ એકદમ સરળતાથી કરતો હતો. ભગવાના તેના આત્માને શાંતિ આપે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટિ્વટ કરીને લખ્યું, ઈરફાન ખાનના મોતના સમાચાર સાંભળીને દુઃખ થયું. એક શાનદાર ટેલેન્ટ હતી અને તેની એક્ટિંગ દ્વારા દરેકના હૃદય જીત્યા હતા. પ્રભુ તેના આત્માને શાંતિ આપે.
મોહમ્મદ કૈફે ટિ્વટ કરીને લખ્યું, મારા પ્રિય એક્ટર પૈકીનો એક વહેલો જતો રહ્યો. તેનું કામ સદાય યાદ રહેશે. આ સાથે ભારતીય ક્રિકેટર સુરેશ રૈના, ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવન, અનિલ કુંબલે, ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઈરફાન ખાનના મોતને લઈ શોક વ્યક્ત કર્યો હતો.