Charotar Sandesh
ગુજરાત

ઉત્તરાયણની ઉજવણી પર પ્રતિબંધ લગાવવા માટે હાઇકોર્ટમાં થઇ જાહેરહિતની અરજી…

અમદાવાદ : ઉત્તરાયણની ઉજવણીનો મુદ્દો હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. કોરોના મહામારી વચ્ચે ઉત્તરાયણની ઉજવણી પર રોક લગાવવાની માગ સાથે હાઇકોર્ટમાં પિટિશન કરાઈ છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે, કોરોના જેવી મહામારીમાં ઉત્તરાયણની ઉજવણી પર સંપૂર્ણ રોક લગાવવી જોઈએ.
આ સાથે પતંગ દોરાની ખરીદી અને વેચાણ વખતે ભીડ ભેગી ન થાય તેવી અરજદારે અરજીમાં રજૂઆત કરી છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે, બજાર કે ધાબા પર એક જગ્યાએ લોકો ભેગા ન થાય તે પ્રકારનો પ્રતિબંધ મૂકવાની જોઈએ. અને કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે ભીડને અટકાવવી જરૂરી છે.
ત્યારે હાઈકોર્ટે રાજ્ય સરકારને વલણ સ્પષ્ટ કરવા હુકમ કર્યો છે. સરકારને શુક્રવાર સુધીમાં ખુલાસો કરવા જણાવવામાં આવ્યુ છે. ત્યારે આ મામલે વધુ સુનાવણી ૮ જાન્યુઆરીએ હાથ ધરાશે.

Related posts

PM મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતની મુલાકાતે : ૧૫ હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટની આપશે ભેટ

Charotar Sandesh

ભરતસિંહ સોલંકી સૌથી વધુ દિવસ હોસ્પિટલમાં દાખલ રહીને કોરોનાને હરાવનારા પહેલા એશિયન…

Charotar Sandesh

રાજ્યમાં વધુ ૧૦ કેસો પોઝિટિવ આવતા કુલ કેસોની સંખ્યા ૧૦૫ : અમદાવાદ ત્રીજા સ્ટેજમાં પહોંચ્યુ…

Charotar Sandesh