ઉત્તરાયણને લઈ ૧૦૮ ઈમરજન્સી સેવા લોકોની સેવામાં સજ્જ…
ભરૂચ : કોરોનાકાળમાં પણ ઉત્તરાયણને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઉત્તરાયણને લઈને ૧૦૮ ઈમરજન્સી સેવા પણ લોકોની સેવામાં સજ્જ કરી દેવામાં આવી છે. ચાલું વર્ષે ઉત્તરાયણનો એટલો ક્રેઝ નથી છતાં પણ ઈમરજન્સી કેસમાં વધારો થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉત્તરાયણને લઈને રાજ્ય સરકારની ૧૦૮ ઈમરજન્સી સેવામાં ૬૨૨ એમ્બ્યુલન્સ અને ૪ હજારનો સ્ટાફ ખડેપગે રહેશે.
પક્ષીઓ માટે ૩૭ કરૂણા એમ્બ્લ્યુલન્સ પણ કાર્યરત કરવામાં આવી છે. ૨૦૨૧ની ઉત્તરાયણને લઈને છેલ્લા ૧૦ વર્ષના ડેટા વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને તે મુજબ ૧૦૮ એબ્યુલન્સની ફાળવણી કરતા હોય છે. નોર્મલી રીતે દરરોજ ૨૦૦૦ કોલ આવતા હોય છે, જે ઉત્તરાયણના દિવસે ૨૪ ટકા અને વાસી ઉત્તરાયણના દિવસે ૧૭ ટકાનો વધારો થાય છે. જેમાં મોટા ભાગના કેસોમાં અકસ્માત થવાથી ઇજા અને દોરી વાગવાના બનાવો સામે આવતા હોય છે. જેના લીધે ૬૨૨ એબ્યુલન્સ, ૪ હજાર સ્ટાફ ઉત્તરાયણને લઈને ખડેપગે રહેશે.
પતંગ ચગાવવા દરમ્યાન પક્ષીઓને પણ ઇજા થાય છે. પક્ષીઓને ઇજા થાય તેની મદદ માટે કરુણા એમ્બ્લ્યુલન્સ અભિયાન પણ કરવામાં આવશે. એનિમલ ઇન્જર્ડના ૧૪મી અને ૧૫મી તારીખે વધારે કોલ જોવા મળે છે. હાલ ૩૭ કરુણા એબ્યુલન્સ પક્ષીઓની સેવામાં છે, પરંતુ ઉત્તરાયણને લઈને ૫૦થી વધુ એબ્યુલન્સ કરુણા અભિયાન માટે કરવામાં આવશે. કોરોના મહામારીમાંથી ગુજરાત અને તેમાં અમદાવાદ હવે ૧૦૮ અને ૧૦૪ પર કોલ મળે છે.