મુંબઇ : બૉલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાનું ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયું છે, અભિનેત્રીએ ટિ્વટર ઉપર જાણકારી આપી હતી અને તેમના પ્રશંસકોને કહ્યું હતું કે પોતાના ફેસબુક એકાઉન્ટથી કરવામાં આવતી કોઈપણ પોસ્ટનો જવાબ આપવામાં ન આવે.
અભિનેત્રી ટિ્વટ કરીને જણાવ્યું હતું કે મારું ફેસબુક એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું છે જેથી હું તમને વિનંતી કરું છું કે તેમાંથી આવતા મેસેજ અથવા તો કોઈ પણ પ્રશ્નનો જવાબ ન આપવામાં આવે કારણ કે આ પોસ્ટ મારા અથવા મારી ટીમ દ્વારા કરવામાં આવી રહી નથી.
ઉર્વશીને ફેસબુક એકાઉન્ટ હેક થયું તેની જાણકારી ત્યારે મળી હતી કે જ્યારે તેમના એકાઉન્ટમાંથી અશ્લીલ સામગ્રી પોસ્ટ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે તેમને જાણકારી આપતા જણાવ્યું હતું કે તેમને આ વિશે કાર્યવાહી શરૂ કરી છે. અને આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મુંબઈ પોલીસે ઉર્વશીને જવાબ આપતા ટવીટર પર જણાવ્યું હતું કે તમારી ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોકલી આપવામાં આવી છે. બોલિવૂડ અભિનેત્રી અને પૂર્વ બ્યુટી કવીન ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખાસ પ્રખ્યાત છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટિ્વટર જેવા પ્લેટફોર્મ પર તેનો બહુ મોટો ચાહકવર્ગ રહેલો છે.