Charotar Sandesh
બોલિવૂડ

ઋતિક રોશને સ્ટાઇલિશ તસવીર શેર કરી, એક્સ વાઇફએ કહ્યું- ૨૧નો લાગી રહ્યો છે…

મુંબઈ : બોલિવૂડ અભિનેતા ઋતિક રોશને પોતાની એક સ્ટાઇલિશ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં તે પોતાની જોરદાર ફિઝીક બતાવી રહ્યો છે. ઋતિકની આ તસવીર પર રસપ્રદ કમેન્ટ્‌સ આવી રહી છે. ઋતિકની આ શર્ટલેસ તસવીર પર તેની એક્સ વાઇફ સુઝૈન ખાન પણ ફિદા થઇ ગઇ છે.
ઋતિક રોશને પોતાની આ શર્ટલેસ તસવીર શેર કરતાં લખ્યું, ગુડ કેચ… આ તસવીરમાં ઋતિક ટોપી અને ગોગલ્સમાં જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં તેની એક્સ વાઇફ સુઝૈન ખાને કમેન્ટ કરતાં લખ્યું, ૨૧નો લાગી રહ્યો છે… સુઝૈન ખાનની આ કમેન્ટને બહુ પસંદ કરવામાં આવી રહી છે અને આની પર ફેન્સના જબરદસ્ત રિએક્શન પણ આવી રહ્યાં છે.
સુઝૈન ખાન ઉપરાંત અનિલ કપૂરે પણ ઋતિક રોશનની આ તસવીર પર કમેન્ટ કર્યું છે. અનિલ કપૂરે ઋતિકની ફિટનેસના વખાણ કરતાં લખ્યું, તું માપદંડ વધારી રહ્યો છે. ઉપરાંત ઋતિકના ફેન્સ આ તસવીરને ખૂબ લાઇક્સ કરી રહ્યાં છે અને તેના વખાણ કરી રહ્યાં છે.

Related posts

‘સ્ત્રી ૨’ સંપૂર્ણપણે શ્રદ્ધાના પાત્ર પર આધારિત રહેશે

Charotar Sandesh

નડિયાદવાલાની એક્શન ભરપુર ફિલ્મમાં રિતિક રેશન ચમકશે

Charotar Sandesh

તાપસીની લૂપ લપેટા ફિલ્મ પહેલી કોવિડ-૧૯થી ઇન્શ્યોર્ડ થનારી ફિલ્મ…

Charotar Sandesh