Charotar Sandesh
બોલિવૂડ

એકતા કપૂરની વેબ સીરિઝ XXX-૨ પર રોક લગાવવા માટે હાઈકોર્ટમાં અરજી

મુંબઇ : બાલાજી ફિલ્મના પ્રોડ્યુસર એકતા કપૂરની વેબ સીરિઝ ટ્રિપલ એક્સ સીઝન ટૂ પર રોક લગાવવા મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. ભારતીય સેનાના એક જવાનના સંબંધી અનિરુદ્ધ સિંહ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે વેબ સીરિઝમાં ભારતીય અધિકારીઓ અને જવાનોની પત્નીઓની અશોભનીય છબિ રજૂ કરવામાં આવી રહી છે તેથી વેબ સીરિઝ પર રોક લગાવવામાં આવે.

વકીલ અંકુર શર્મા, અભિનવ ગૌર અને ધનંજય રાયના જણાવ્યા મુજબ, અરજીમાં જણાવવામાં આવ્યું છે કે સબ્સક્રિપ્શન પર આધારિત એએલટી બાલાજીની વેબ સીરિઝ ભારતીય સેનાના અધિકારીઓની પત્નીઓની સામાજિક છબિને ધૂમિલ અને સેનાના યૂનિફોર્મને અપમાનિત કરી રહી છે. વેબ સીરિઝમાં સેનાના અધિકારીઓની વાંધાજનક છબિ પ્રસ્તુત કરવામાં આવી રહી છે. જેનાથી સેનાના જવાનો અને અધિકારીઓની ભાવનાઓને ઠેસ પહોંચશે જે દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી રહ્યા છે. આ ઉપરાંત આ સીરિઝ સેવાનિવૃત્તિ સેના અધિકારીઓને પણ ઠેસ પહોંચશે. અરજીમાં વેબ સીરિઝ પર પ્રતિબંધ લગાવવા અને તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાના આદેશ આપવાની માગણી કરવામાં આવી છે. અગાઉ આ વેબ સીરિઝ મામલે એકતા કપૂર અને અન્ય બે લોકો વિરુદ્ધ મધ્ય પ્રદેશમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

Related posts

રિયાએ કહ્યું કે ઘરની EMI કેવી રીતે ભરીશ ? તો શ્વેતાસિંહએ આપ્યો જવાબ…

Charotar Sandesh

રણબીર-આલિયાની ‘બ્રહ્માસ્ત્ર’ ‘એવેન્જર્સ’થી ઇન્સ્પાયર્ડ છે..?!!

Charotar Sandesh

કોરોના મહામારીમાં વધુ એક બોલિવૂડ અભિનેતા રવિ ચોપરાનું નિધન…

Charotar Sandesh