Charotar Sandesh
ઈન્ડિયા

એક સપ્તાહની અંદર બ્લેક ફંગસની દવા આવી જશે : બાબા રામદેવનો દાવો…

ન્યુ દિલ્હી : યોગ ગુરૂ સ્વામી રામદેવે કરેલા દાવા પ્રમાણે તેઓ ટૂંક સમયમાં જ બ્લેક ફંગસની દવા લઈને આવી રહ્યા છે. પોતાના નિવેદન અંગે ચાલી રહેલા વિવાદ મુદ્દેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, તેમણે પોતાની જવાબદારીથી મોઢું નથી ફેરવી લીધું.

સ્વામી રામદેવે જણાવ્યું કે, ’તમામ વિવાદો છતા હું ૧૮ કલાક સેવા કરી રહ્યો છું અને ખૂબ જ જલ્દી, એક સપ્તાહની અંદર બ્લેક ફંગસ, યેલો ફંગસ અને વ્હાઈટ ફંગસની સારવાર આયુર્વેદ દ્વારા આપવાનો છું. કામ થઈ ચુક્યું છે અને પ્રક્રિયા ફાઈનલ સ્ટેજમાં છે. અમે હજુ પણ ફંગસની દવા બનાવી રહ્યા છીએ.’ સ્વામી રામદેવે જણાવ્યું કે, આઈએમએ ન તો કોઈ સાયન્ટિફિક વેલિડેશનની બોડી છે, ન તેમના પાસે કોઈ લેબ છે, ના તેમના પાસે કોઈ વૈજ્ઞાનિકો છે. આઈએમએ એક એનજીઓ છે.

પોતાના નિવેદન મુદ્દે સ્વામી રામદેવે જણાવ્યું કે, આયુર્વેદ અને યોગનો અનાદર થયો છે. આઈએમએ બલ્બને, પેન્ટને અને સાબુને વારંવાર પ્રમાણિત કરવાનું કામ કરી રહ્યું છે. જ્યારે કોરોનિલને અપ્રમાણિક કહીને આયુર્વેદની મજાક ઉડાવે છે. વિવાદ આ વાતનો છે અને મેં આટલું કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કોરોના વેક્સિનેશન અને એલોપથી અંગેના બાબા રામદેવના નિવેદનથી નારાજ સંગઠને તેમના વિરૂદ્ધ કાર્યવાહી ન થવાની દિશામાં વિરોધ તેજ કરવાની જાહેરાત કરી છે. ફોર્ડાના અધ્યક્ષ ડૉ. મનીષે દેશના તમામ આરડીએ ૧ જૂનના રોજ બ્લેક ડે ઉજવશે તેમ કહ્યું હતું.

Related posts

કોરોનાએ વિનાશ સર્જ્યો : ૧ કરોડ લોકો બેરોજગાર થયા…

Charotar Sandesh

કોંગ્રેસ સાંસદ અહેમદ પટેલ કોરોના પોઝિટિવ…

Charotar Sandesh

ટિ્‌વટરના નવા સીઇઓ તરીકે પરાગ અગ્રવાલની નિમણૂક કરાઈ

Charotar Sandesh