Charotar Sandesh
ગુજરાત

એલઆરડી મુદ્દે ઠરાવ રદ કરાવવા અલ્પેશ ઠાકોરનું સરકારને ૪૮ કલાકનું અલ્ટિમેટમ…

ગાંધીનગર : ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી અનામત વર્ગની મહિલાઓ તરફથી એલઆરડીની પરીક્ષા મામલે તા. ૧-૦૮-૨૦૧૮ના રોજ સરકાર તરફથી કરવામાં આવેલો ઠરાવ રદ કરવા અંગે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જે બાદમાં સરકારે આ ઠરાવ રદ કરવાની ખાતરી આપી હતી. સરકારની આવી જાહેરાત બાદ હવે બિન-અનામત વર્ગના ઉમેદવારો ધરણા પર બેઠા છે. એટલે કે હવે સરકારના ગળામાં હાડકું બરાબરની ફસાયું છે. ત્યારે ગત વર્ષે કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરે હવે સરકારને આ ઠરાવ રદ કરવા માટે સરકારને ૪૮ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. ૪૮ કલાકમાં સરકાર કોઈ પગલાં નહીં ભરે તો તેની સામે પદયાત્રા કરવાની ચીમકી અલ્પેશ તરફથી ઉચ્ચારવામાં આવી છે. એટલે કે હવે ભાજપના નેતાઓએ જ સરકાર સામે બાંયો ચઢાવી છે.

“નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. છેલ્લા ૬૪થી વધારે દિવસોથી ઓબીસી સમાજની દીકરીઓ આંદોલન કરી રહી છે. એક ગેરબંધારણીય ઠરાવ કરવામાં આવ્યો છે જે ગરીબોના અધિકારો પર તરાપ મારવા સમાન અને અન્યાય કરવા સમાન છે. આ ઠરાવ સંદર્ભે રાજ્ય સરકારે ત્રણ દિવસ પહેલા તમામ આગેવાનોની બેઠક બોલાવી હતી. જેમાં એવી ખાતરી આપવામાં આવી હતી કે આ ઠરાવ બાબતે સુધારો કરવામાં આવશે. ત્રણ દિવસ વીતી ગયા છતાં હજી આ ઠરાવ નથી કરવામાં આવ્યો. રાજ્ય સરકારને નમ્ર અપીલ કરુ છું કે ૪૮ કલાકમાં આનો નિવેડો લાવો. સરકાર કોઈ પગલાં નહીં લે તો સોમવારે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રા કરીશ.”

Related posts

૨૧ સપ્ટે.થી વિધાનસભાનું પાંચ દિવસીય ચોમાસુ સત્ર શરૂ થશે…

Charotar Sandesh

એક્સટર્નલ વિદ્યાર્થીઓનું ૩૦ માર્ક્સના એસાઈમેન્ટ દ્વારા મૂલ્યાંકન કરાશે…

Charotar Sandesh

ખેડૂતોને થયેલ નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી પાક વીમાની રકમ ચૂકવો : ધાનાણી

Charotar Sandesh