Charotar Sandesh
ઈન્ડિયા

એલએસી પર તણાવ : લદ્દાખ બૉર્ડર નજીક ચીનના સૈન્ય હેલિકોપ્ટરે આંટા મારતા વિવાદ…

ભારતે યુદ્ધ વિમાનોને લદ્દાખના સરહદી વિસ્તારમાં ખસેડ્યા…

ન્યુ દિલ્હી : ચીનને લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ફરી પોતાની અવળચંડાઈ શરૂ કરી દીધી છે. ભારતીય એરફોર્સે ચીનને પણ વળતો જડબાતોડ જવાબ આપતા લદ્દાખમાં યુદ્ધ વિમાન ખડક્યા છે. તાજેતરમાં જ ભારતીય ક્ષેત્ર નજીક ચીનના સૈન્ય હેલિકોપ્ટર આંટાફેરા મારતા જોવા મળ્યા હતા અને તેઓ ભારતના એરસ્પેસનું ઉલ્લંઘન કરે તેવી આશંકા વ્યક્ત કરાઈ હતી. ટોચના સરકારી સૂત્રોએ જણાવ્યા મુજબ ચીનના હેલિકોપ્ટરના આંટાફેરા વધતા ભારતીય વાયુસેનાએ પણ તેના યુદ્ધ વિમાનોને લદ્દાખના સરહદી વિસ્તારમાં ખસેડ્યા છે. ભારતીય એરફોર્સના યુદ્ધ વિમાને નજીકના બેઝ કેમ્પમાંથી ઉડાન ભરી હતી. જો કે પ્રાપ્ત વિગતો મુજબ ચીનના હેલિકોપ્ટરે અત્યાર સુધી ભારતીય એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું નથી.

એકતરફ વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે તેવા સમયે ચીન પોતાની અવળચંડાઈ દાખવી રહ્યું છે. ચીન ભારત માટે આવા કપરા સમયમાં મુશ્કેલી ઊભી કરી રહ્યું છે. ભારતીય લશ્કર પણ દુશ્મોને જડબાતોડ જવાબ આપવા દરેક પળે તૈયાર છે. આ સપ્તાહે જ ભારતીય સૈનિકો અને ચીનના સૈનિકો વચ્ચે બોર્ડર પર ઝપાઝપી થઈ હતી. સરકારે આપેલી વિગતો મુજબ ગત સપ્તાહે જ ૧૫૦થી વધુ ચીનના સૈનિકોએ બોર્ડરની અંદર ઘૂષણખોરી કરવા પ્રયાસ કર્યો હતો ત્યારે ભારતીય સૈનિકો સાથે ઝપાઝપી થઈ હતી.

સૂત્રોના મતે ચીન તાજેતરમાં તેની સામે કોરોના વાયરસને લઈને ઉઠી રહેલા સવાલો તેમજ પાકિસ્તાનને મદદ કરવાની રણનીતિથી ધ્યાન અન્યત્ર ભટકાવવા માટે આ લુચ્ચાઈ કરી રહ્યું છે. અમેરિકા સહિતના દેશો કોરોના વાયરસની મહામારી ફેલાવવા બદલ ચીન પર દોષનો ટોપલો ઢોળી રહ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આક્ષેપ કર્યો હતો કે જો ચીન સમયસર વિશ્વને કોરોના વાયરસની મહામારી અંગે વિશ્વને માહિતગાર કરી શક્યું હોત તો વિશ્વ આ સંકટ સામે લડવા વહેલા તૈયાર થઈ શક્યું હોત. અગાઉ યુએસના રાષ્ટ્રપતિએ ચીન દ્વારા કોરોનાથી મૃત્યુના આંકડા પણ છૂપાવવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

Related posts

પેટ્રોલ અને ડીઝલના ફરીથી વધ્યા ભાવ, જયપુરમાં કિંમત ૧૦૦ને પાર…

Charotar Sandesh

આસામમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન : ૨૦ના મોત

Charotar Sandesh

ભારત પર હુમલો થયો તો ઘરમાં ઘૂસીને મારીશું : શાહનો હુંકાર…

Charotar Sandesh