ન્યુ દિલ્હી : દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે તમામ મુદતની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં ૦.૪૦ ટકાનો ઘટાડો કર્યો છે. એસબીઆઈના નવા ઘટેલા દર આજથી જ લાગુ થઈ ગયા છે.
એસબીઆઈએ તેની વેબસાઈટ પર આ વાતની જાણકારી આપી છે. એક મહિનામાં બેંકના ગ્રાહકોને આ બીજો મોટો ઝટકો છે. એસબીઆઈએ મેની શરૂઆતમાં પણ એફડી પર વ્યાજ દર ઘટાડવાનો ફેંસલો કરી ગ્રાહકોને મળનારું રિટર્ન ઘટાડી દીધું હતું.
આ ઉપરાંત એસબીઆઈએ બલ્ક ડિપોઝિટ્સ પર વ્યાજ દર ઘટાડી દીધા છે. ૨ કરોડ કે તેથી વધારેની બલ્ક ડિપોઝિટ પર વ્યાજ દરમાં ૦.૫૦ ટકાનો ઘટાડો કર્યો છે. બલ્ક ડિપોઝિટ પર જમાકર્તાને વધારેમાં વધારે ૩ ટકા સુધી વ્યાજ મળશે. આ દર પણ આજથી લાગુ થઈ ગયા છે.