Charotar Sandesh
ગુજરાત

ઓનલાઈન છેતરપીંડી અટકાવવા માટે સાયબર વિશ્વાસ અને આશ્વસ્ત પ્રોજેક્ટ…

સાયબર આશ્વસ્ત ૧ વર્ષમાં ૫૧૬૭ લોકોનાં સાયબર ફ્રોર્ડમાં ગયેલા ૧૧ કરોડ અપાવ્યા પરત…

અમદાવાદ : ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાનાં આ યુગમાં એક તરફ જીવન ઝડપી બની ગયુ છે પરંતુ બીજી તરફ લોકો સાથે ઓનલાઈન છેતરપીંડી પણ વધી ગઈ છે તેવામાં આ પ્રકારની ઠગાઈ અટકાવવા માટે સાયબર વિશ્વાસ અને આશ્વસ્ત પ્રોજેક્ટ એક વર્ષ પહેલા શરૂ કરાયો. એક વર્ષમાં આ પ્રોજેક્ટ હેઠળ લોકોના કરોડો રૂપિયા પરત અપાવવામાં આવ્યા. આધુનિક યુગમાં ટેક્નોલોજીનાં ઉપયોગ સાથે તેનાં દૂરઉપયોગ પણ વધી રહ્યા છે. ફ્રોડસ્ટર દ્વારા અનેક રીતે લોકોની સાથે ઠગાઈ આચરવામાં આવી રહી છે તેવામાં ઓનલાઈન ઠગાઈને અટકાવવા માટે એક વર્ષ પહેલા ગુજરાત પોલીસ દ્વારા સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ શરૂ કરાયો જેનાં થકી નાણાંકિય ઠગાઈના ભોગ બનનાર વ્યક્તિને તાત્કાલીક મદદરૂપ થવાય અને તેનાં ગયેલા રૂપિયા જે-તે બેંક ખાતામાં જ ફ્રિજ કરી તેને પરત અપાવી શકાય.
સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ એક વર્ષમાં નાણાંકિય છેતરપીંડીનો ભોગ બનનારા ૫૧૬૭ લોકોનાં ૧૧ કરોડથી પણ વધુ રૂપિયા સાયબર ક્રાઈમે પરત અપાવ્યા છે..સૌથી વધુ ઠગાઈ અત્યારે કસ્ટમર કેર ફ્રોડ દ્વારા થતી હોવાનું સામે આવ્યુ છે..જેમાં ગુગલ પર હજારો ફેક વેબસાઈટ પરથી નંબર લઈ લોકો મદદ માટે ફોન કરે છે તેવામાં ફ્રોડસ્ટર દ્વારા કોલ કરનારનાં ખાતામાંથી પૈસાની ઉઠાંતરી કરી લેવાય છે.
સાયબર ક્રાઈમે એક વર્ષમાં ૨૫૦ થી વધુ ફેક વેબસાઈટ પણ બંધ કરી છે. સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ સાયબર ક્રાઈમ ઇન્સીડન્ટ રિસ્પોન્સ યુનિટ, એન્ટિ સાયબર ક્રાઈમ બુલિંગ યુનિટ, સાયબર સુરક્ષા લેબ તેમજ લોકો ઓનલાઈન ઠગાઈનો ભોગ ન બને તે માટે સાયબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ પણ કાર્યરત છે. સાયબર ઠગાઈનો ભોગ બનનાર વ્યક્તિ ૧૦૦ નંબર પર ફોન કરીને ફરિયાદ કરે તો તેની રકમ પરત મળી શકતી હોવાથી સાયબર ક્રાઈમ બ્રાન્ચ લોકોને ત્વરીત ઈમરજન્સી નંબર ૧૦૦ પર ફોન કરીને ઠગાઈની ફરિયાદ લખાવે તેવી અપીલ કરી છે..

Related posts

ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ સીએમ રૂપાણીએ પત્ની સાથે અંબાજીમાં નમાવ્યું શીશ…

Charotar Sandesh

કોચીથી ગોવા ટ્રાન્ઝિટ પૂર્ણ કર્યા બાદ કેવડિયામાં સી-પ્લેનનું આગમન…

Charotar Sandesh

આંશિક લોકડાઉન ૩૧મે સુધી લંબાવવા ઇન્ડિયન મેડિકલ એસો.નો મુખ્યમંત્રીને પત્ર…

Charotar Sandesh