ન્યુ દિલ્હી : પ્રવાસી ઓસ્ટ્રેલિયન ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે ટી૨૦ સિરીઝ રમી હતી અને હવે તે વન-ડે સિરીઝ રમવાની છે. આ માટે ઇંગ્લેન્ડે પોતાની ટીમ જાહેર કરી દીધી છે જેમાં આક્રમક બેટ્સમેન જેસન રોયને સામેલ કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડના આ ઝંઝાવાતી ઓપનર તાજેતરમાં જ પાકિસ્તાન અને ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા સામેની ટી૨૦ સિરીઝમાં રમી શકયો ન હતો. તે ઘાયલ હતો અને તેને કારણે તેને આરામ આપવામાં આવ્યો હતો. બેટ્સમેન ડેવિડ મલાનને અગાઉ રિઝર્વ ખેલાડીમાં સામેલ કરાયો હતો પરંતુ ટી૨૦ ક્રિકેટ ક્રમાંકમાં તે નંબર વન બની ગયો એ જ દિવસે તેને હવે નિયમિત ટીમમાં સામેલ કરી દેવાયો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટી૨૦ સિરીઝમાં ડેવિડ મલાને ૬૬,૪૪ અને ૨૧ રનના સ્કોર નોંધાવ્યા હતા. ડેવિડ મલાનની કરિયરનો સ્ટ્રાઇક રેટ હાલમાં ૧૪૬.૬૬નો છે.
ઓસ્ટ્રેલિયા સામે રમનારી ઇંગ્લેન્ડની વન-ડે ટીમ : ઓઇન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી,જોફરા આર્ચર, જોની બેરસ્ટો, ટોમ બેન્ટન, સેમ બિલિંગ્સ, જોઝ બટલર, સેમ કરન, ટોમ કરન, આદિલ રશીદ, જો રૂટ, જેસન રોય, ક્રિસ વોક્સ, માર્ક વૂડ.