Charotar Sandesh
સ્પોર્ટ્સ

કંઇપણ થાય સુશાંતે હાર ન માનવી જોઇએ હતી : એસ શ્રીસંત

મુંબઈ : બોલિવૂડ અભિનેતા સુશાંત રાજપૂતની આત્મહત્યાના મામલે દરેક લોકોને ચોંકાવી દીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે સુશાંત રાજપૂત ડિપ્રેશનનો શિકાર હતો અને આ કારણથી તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. સુશાંત રાજપૂતની મોતથી ક્રિકેટ જગતની મોટી હસ્તીઓને પણ ઝટકો લાગ્યો છે. સુશાંતની મોત બાદ હવે ઝડપી બોલર એસ શ્રીસંતે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે કંઇપણ થાય સુશાંતે હાર ન માનવી જોઇએ હતી. એસ શ્રીસંતે કહ્યું છે કે કંઇપણ હોય સુશાંતે આત્મહત્યા કરવાની ન હતી. ક્યારેય હાર ન માનવી જોઇએ। જો કોઇ સપોર્ટ ન મળે તો મા-બાપ છે પરિવાર છે તે પણ નથી તો મિત્ર છે.
મને નથી લાગતું કે નેપોટિજ્મ સુશાંત માટે કોઇ મુદ્દો હતો. કોઇ બાળક જો મોટા સ્ટારના ઘરે જન્મ લઇ રહ્યો છે તો તેની ભૂલ નથી. જ્યારે શ્રીસંતને ક્રિકેટમાં ભાઇ-ભતીજાવાદ પર સવાલલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું કે એવું ઘરેલુ ક્રિકેટમાં થાય છે પરંતુ મહેનત કરનારા ખેલાડીઓને કોઇ રોકી શકતુ નથી. શ્રીસંતે કહ્યું, કોઇપણ ખેલાડી ડે મહેનત કરે છે તેણે કોઇ રોકી શકતુ નથી જે ખેલાડી ઇન્ટરનેશનલ સ્તર પર ન રમી શકે. તેણે પૂછવા માંગુ છું કે શુ તેણે યોગ્ય મહેનત કરી હતી. શુ તેણે પ્રેક્ટિસ સિવાય જિમ અને રિકવરી, ડાયેટ પર તેનુ ધ્યાન રાખ્યું છે. શ્રીસંતે આગળ કહ્યું, કોઇની પર કે પોતાની પર આરોપ લગાવવાની જરૂરત નથી.
લોકો સપોર્ટ વગર આગળ આવી શકે છે. જો ૫ વિકેટ લઇને સેલેક્શન નથી થતુ તો ૭ વિકેટ લેવાની કોશિશ કરો. સફળતા મેળવવા સુધી હિમ્મત ન છોડવી જોઇએ. શ્રીસંતે ધોનીનું ઉદાહરણ આપતા ફેન્સને જણાવ્યું કે તેણે લાઇફમાં ઘણા દુઃખ સહન કર્યા છે. અને તેનો કોઇ સહારો પણ ન હતો. શ્રીસંતે કહ્યું, ધોનીને જુઓ સ્કૂલમાં પણ કેપ્ટન ન હતો. પરંતુ તે ટીમ ઇન્‌઼ડિયાના કેપ્ટન બન્યો અને વર્લ્ડ કપ પણ જીતાડ્યા. તેની લાઇફમાં દુખ રહ્યા છે. એટલું જ નહીં જ્યારે તે ટીમ ઇન્ડિયામાં આવી ગયા તો પણ તેણે રમવાનું લાયસન્સ મળ્યું ન હતું. પરંતુ ધોનીને તેની મહેનતનું ફળ મળ્યું તેણે હાર માની નહી.

Related posts

મુંબઈ ઈન્ડયન્સે ચોથી વાર આઇપીએલની ટ્રોફી પોતાના નામે કરી ઈતિહાસ રચી દીધો છે.

Charotar Sandesh

મારાડોનાની અંતિમ યાત્રામાં ચાહકો ઊમટી પડ્યા, પોલીસ સાથે થયું ઘર્ષણ…

Charotar Sandesh

કોરોનાને હરાવી રિષભ પંત ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો

Charotar Sandesh