Charotar Sandesh
બોલિવૂડ

કંગનાએ સરદાર પટેલ શ્રદ્ધાંજલિ આપતા ગાંધીજી અને નહેરુજીની કરી ટીકા…

મુંબઈ : ફરી એકવાર કંગના રનૌતે પોતાના બેબાક નિવેદનથી લોકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. તેણે સરદાર પટેલની જયંતી પર એવી વાત કહી છે કે દરેક લોકો વિચારવા મજબૂર થઈ ગયા છે. જયંતના દિવસે અભિનેત્રી કંગના રનૌતે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કંગનાએ વધુ એક ટિ્‌વટમાં મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નહેરૂની ટીકા કરી છે.
કંગના રનૌતે ટિ્‌વટ કરીને કહ્યું કે, ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જયંતી પર યાદ કરૂ છું. તમે એવા વ્યક્તિ હતા જેણે આજે અમને ભારત આપ્યું છે. પરંતુ તમે એક પ્રધાનમંત્રીનું પદ ત્યાગ કરીને આપણા મહાન નેતૃત્વથી આપણાથી દૂર કરી દીધુ છે. અમને તમારા નિર્ણય ઉપર ખુબ જ અફસોસ છે. કંગનાએ ટિ્‌વટ કરતા લખ્યું હતું કે, તેણે ગાંધીને ખુશ કરવા માટે ભારતના પહેલા પ્રધાનમંત્રીના રૂપમાં પોતાને યોગ્ય પદનું બલિદાન આપ્યું. કારણ કે ગાંધીને લાગતુ હતુ કે કે નેહરૂ સારૂ અંગ્રેજી બોલે છે. એટલા માટે સરદાર પટેલને નહીં પરંતુ સમગ્ર દેશને ઘણા દશકો સુધી નુકસાન ભોગવવુ પડ્યું છે. આપણે બેશરમ બનીને છીનવી લેવુ જોઈતુ હતુ જેના પર આપણો હક છે.
કંગનાએ વધુ એક ટિ્‌વટ કરી લખ્યું કે, તે ભારતના અસલી લોખંડી પુરૂષ છે. મારું માનવુ છે કે ગાંધીજી નેહરૂની જેવો એક નબળા મગજ ઈચ્છતા હતા. જેથી તે નિયંત્રણમાં રાખી શકે અને નેરહૂને આગળ કરીને દરેક નિર્ણય લઈ શકે. આ એક સારી યોજના હતી. પરંતુ ગાંધીના મૃત્યુ પછી જે પણ થયું તે ખુબ જ વિકટ પરિસ્થિતિ હતી. ઈંજીટ્ઠઙ્ઘિટ્ઠફિટ્ઠઙ્મઙ્મટ્ઠહ્વરહ્વરટ્ઠૈઁટ્ઠીંઙ્મ’ જણાવી દઈએ કે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે ૧૪૫મી જન્મ જયંતી છે. જેને સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસના રૂપમાં મનાવી રહ્યું છે.

Related posts

‘સ્પાઈડર-મેનઃ ફાર ફ્રોમ હોમ’નું બીજું ટ્રેલર રિલીઝ

Charotar Sandesh

સુશાંત કેસમાં CBI તપાસઃ અક્ષયકુમાર સહિત અનેક બોલિવૂડ સેલેબ્સે આપી પ્રતિક્રિયા…

Charotar Sandesh

જિયા ખાનની બહેને ડાયરેક્ટર સાજિદ ખાન પર લગાવ્યો સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ…

Charotar Sandesh