Charotar Sandesh
ઈન્ડિયા

કંગનાની ઓફિસમાં BMCની કાર્યવાહી પર બોમ્બે હાઇકોર્ટે રોક લગાવી…

વધુ સુનાવણી, હાઇકોર્ટે બીએમસી પાસે જવાબ માંગ્યો

યાદ રાખ બાબર, આ મંદિર ફરીથી બનશે, જય શ્રી રામઃ કંગના રનૌત

મુંબઇ : કંગના રનૌત આજે મુંબઈ આવી રહી છે. શિવસેના અને કંગના રનૌતની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. કંગનાએ મુંબઈને POK બતાવ્યું હતું. જેના પછી શિવસેના અને કંગનામાં વાક યુદ્ધ ચાલી રહ્યું છે. કંગનાના હુમલાને લઈને જવાબી કાર્યવાહી કરતા શિવસેનાએ તેની મુંબઈમાં આવેલી ઓફિસને નિશાન બનાવી હતી. બીએમસી દ્વારા કંગનાની એફિસનો ગેરકાયદે નિર્માણને તોડી પડાયું છે. જેને લઈને કંગનાએ બીએમસીની ટીમને બાબરની સેના કહ્યું હતું.
ઓફિસ પર તોડફોડને લઈને કંગનાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેના પગલે હાઈકોર્ટમા ંસુનાવણી કરવામાં આવી હતી. હાઈકોર્ટે હાલ બીએમસીની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવ્યો છે. બીએમસીએ તોડફોડને લઈને પ્રતિબંધનો આદેશ કર્યો છે. કંગના રનૌતના વકીલે અરજી કરી હતી. જેના સુનાવણીમાં મહત્વો આદેશ કરવામાં આવ્યો છે. આ અરજી ઉપર આવતીકાલે ૩ વાગ્યે ફરી સુનાવણી થશે. બીએમસી દ્વારા કંગનાની ઓફિસમાં તોડફોડ કરવામાં આવતા હાઈકોર્ટે બીએમસી પાસે જવાબ માંગ્યો છે.
કંગનાએ પોતાની ઓફિસની જૂની તસવીરો શેર કરીને કહ્યું કે, મણિકર્ણિકા ફિલ્મસમાં પહેલી ફિલ્મ અયોધ્યાની જાહેરાત થઈ, મારા માટે આ એક બિલ્ડિંગ નહીં પણ રામનું મંદિર છે. આજે ત્યાં બાબર આવ્યા છે, આજે ફરી એક વખત ઈતિહાસનું પૂનરાવર્તન થશે, રામ મંદિર ફરી તૂટશે. પરંતુ યાદ રાખ બાબર, આ મંદિર ફરીથી બનશે, આ મંદિર ફરી બનશે, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.

Related posts

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૪૫ કોરોના દર્દીના મોત, ૮.૦૧ લાખ એક્ટિવ કેસ…

Charotar Sandesh

ભારતમાં કોરોના કેસનો આંકડો ૭૪,૨૯૨ પર પહોંચ્યો, મૃત્યુઆંક-૨,૪૧૫

Charotar Sandesh

૨૧ જૂનથી દેશના તમામ રાજ્યમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને મફ્ત વેક્સિન અપાશે…

Charotar Sandesh