મુંબઈ : બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત હવે વધુ એક ધાકડ અવતારામાં સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ ’તેજસ’નો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે. ફિલ્મનો ફર્સ્ટ લુક આવતાં જ કંગનાના ફેન્સે તેને વાયરલ કરવાનું શરૂ કરી દીધું છે.
આ આગામી ફિલ્મમાં કંગના રનૌત પહેલીવાર એરફોર્સ પાયલોટના અવતારમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સર્વેશ મેવાડ કરી રહ્યા છે અને તેને રોની સ્ક્રૂવાલા તેને પ્રોડ્યૂસ કરી રહ્યા છે. પરંતુ ફિલ્મની રિલીઝને લઇને હજુ સુધી કોઇ સત્તાવાર જાણકારી સામે આવી નથી.
ફિલ્મ ’તેજસ’ના લુક વિશે વાત કરીએ તો તેમાં કંગના રનૌત સંપૂર્ણપણે એરફોર્સ પાયલોટ જોવા મળી રહી છે. તે હાથમાં હેલમેટ લઇને આત્મવિશ્વાસ અને જોશથી ભરેલી જોવા મળી રહી છે. ફોટામાં તેમની પાછળ જેટ ફાઇટર પ્લેન જોવા મળી રહ્યું છે. કંગના રનૌતની ટીમે ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેને શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે, ’યૂનિફોર્મમાં તમામ બહાદુર દિલ અને મજબૂત મહિલાઓ માટે જે આપણા દેશ માટે દિવસરાત ન્યૌછાવર કરી દે છે. હવે કંગના પણ પોતાની ફિલ્મ તેજસમાં એરફોર્સમાં પાયલોટની ભૂમિકા ભજવતી જોવા મળશે.