મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોનાનાં વધી રહેલા કેસ દરમિયાન રાજ્યમાં ૧૫ દિવસનું લોકડાઉન છે. આ લોકડાઉનની અસર ક્યાંક છે તો ક્યાંક નહિ. રસ્તા પર વાહનો તો નથી, પરંતુ શાકમાર્કેટમાં રોજની જેમ જ ભીડ છે. લોકડાઉન હોવા છતાં કોરોના વધી રહેલા કેસને લીધે એક્ટ્રેસ કંગના રનૌતે મહારાષ્ટ્ર સરકાર પર નિશાન તાક્યું છે.
સો.મીડિયા પ્લેટફોર્મ પર એક ફોટો શેર કરીને એક્ટ્રેસે લખ્યું, ‘લોકડાઉન…આ મહારાષ્ટ્રમાં લોકડાઉન જેવું લાગી રહ્યું છે’. એક્ટ્રેસે જે ફોટો શેર કર્યો છે તેમાં એક તૂટેલો શેડ છે. આ બધી બાજુએથી ખુલ્લો છે અને સામે દરવાજા પર કડી લગાવી છે. એક્ટ્રેસે શેર કરેલો ફોટો ઇન્ટરનેટ પર ઘણો વાઈરલ થઇ રહ્યો છે. એક કલાકમાં એક હજારથી વધારે લોકોએ રિટ્વીટ કર્યો છે. ૧૦ હજારથી વધારે લાઈક્સ મળી છે.
કંગના અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે આ કોઈ પહેલીવાર બોલાચાલી નથી થઈ. એક્ટ્રેસે મુંબઈની સરખામણી પાકિસ્તાન સાથે કર્યા પછી તે શિવસેનાનાં નેતાઓ સામે આવી ગઈ હતી. એ પછી મ્સ્ઝ્રએ એક્ટ્રેસની ઓફિસમાં તોડફોડ કરી હતી. એ પછી કંગનાએ સીએમ ઉદ્ધવ ઠાકરેને કહ્યું હતું, આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તારો ઘમંડ તૂટશે. એ પછી એક્ટ્રેસ સરકાર પર અવાર-નવર હુમલા કરતી રહે છે.
કંગનાએ ભિવંડીમાં બનેલી ઘટના પર મ્સ્ઝ્ર, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તથા સંજય રાઉત પર નિશાન સાધ્યું હતું. ભિવંડીમાં બે દિવસ પહેલા બિલ્ડિંગ પડી હતી અને ૪૦થી વધુ લોકોના મોત થયા હતા.