મુંબઈ : કંગના રનૌતને ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’ના શૂટિંગ દરમિયાન બાઈક અકસ્માતમાં ૫૨ ટાંકા આવ્યા હતાં. આ વાતની માહિતી કંગનાની બહેન રંગોલીએ ટિ્વટર પર આપી હતી. રંગોલીએ કહ્યું હતું કે ‘મણિકર્ણિકા’ના શૂટિંગ દરમિયાન કપાળમાં ૧૫ ટાંકા આવ્યા હતાં. રંગોલીના મતે, કંગના ફિલ્મ માટે પોતાના સ્વાસ્થ્યની પણ ચિંતા કરતી નથી. તેણે ‘થલાઈવી’ માટે વજન વધાર્યું છે.
રંગોલીએ ટ્વીટ કરીને કહ્યું હતું, ‘તનુ વેડ્સ મનુ’માં બાઈક સાથે અકસ્માત થતાં કંગનાને પગમાં ૫૨ ટાંકા આવ્યા હતાં. ‘મણિકર્ણિકા’ના શૂટિંગ દરમિયાન તલવાર વાગતા કપાળમાં ૧૫ ટાંક આવ્યા હતાં. હવે, તેણે સ્વાસ્થ્યની ચિંતા કર્યાં વગર ‘થલાઈવી’ માટે વજન વધાર્યું છે. જે કલાકારો માનવીય મર્યાદાઓને એક બાજુ મૂકીને ટ્રાન્સફોર્મેશન કરે છે તે તમામને સલામ.
તમિલનાડુની રિપોર્ટર શ્રીદેવી શ્રીધરે કંગનાની એક તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ તસવીર ‘થલાઈવી’ના સેટ પરની હતી. તસવીર પોસ્ટ કરીને રિપોર્ટરે કહ્યું હતું, પ્રોસ્થેટિક મેકઅપ નથી, વીએફએક્સ નથી. કંગનાએ જયલલિતાની બાયોપિક માટે ૮-૧૦ કિલો જેટલું વજન વધાર્યું છે. કામ પ્રત્યેનું પેશન અને ડેડિકેશન.