આર્થિક ગતિવિધિ સાથે નવા રંગરૂપ સાથે લોકડાઉન…
રાજકોટ, બરોડા, સુરત, અમદાવાદ, ભાવનગરમાં ઉદ્યોગોને છૂટ, રીક્ષા ચાલકો સ્કૂટર ચાલકોને છૂટ મળશે કાલે નિયમો બનશે…
રાજ્યમાં માસ્ક નહિ પહેરનાર અને જાહેરમાં થુંકનારને 200 રૂપિયાનો દંડ ફટકારાશે : કોરોના સામેની લડાઈ લાંબી પરંતુ નિયમોનું પાલન કરતા આગળ વધતા રહેવું પડશે..
અમદાવાદ : મુખ્યમંત્રી રૂપાણીએ પ્રજાજોગ સંદેશમાં લોકડાઉન અંગે જાહેરાત કરતા કંટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં છૂટછાટ અપાશે તેવા સંકેત આપ્યા છે.
કાલે તમામ જિલ્લા કલેકટરો- મ્યુનિ,કમિશનરો અને ડીડીઓ કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરશે તેમ જણાવ્યું હતું કાલે નવા નિયમો ઘડાશે જેમાં : સાંજે 7 વાગ્યાથી સવારે 7 સુધીમાં લોકડાઉનનો કડક અમલ કરાશે નવા રંગરૂપ સાથે લોકડાઉન 0.4 કેન્દ્ર સરકારે 31 મેં સુધી લંબાવ્યું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તમામ ઝોનમાં કંપનીઓ શરૂ કરવા છૂટ અપાશે. ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં છૂટછાટ વધારાશે. નોન કન્ટેનમેન્ટ ઝોનમાં બસ સર્વિસ શરૂ કરાશે. સીટી બસ સર્વિસ અને એસટી બસ સર્વિસ શરૂ કરાશે. રિક્ષા ચાલકોને છૂટછાટ અપાશે. સોમવારે સાંજે નવા નિયમો બહાર પડશે. રાજ્યમાં સાંજે સાતથી સવાર સાત વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ રહેશે. રીક્ષા ચાલકો અને સ્કૂટર ચાલકોને પણ નિયમની મર્યાદામાં છૂટછાટ અપાઇ છે. દુકાનો ખુલવા અંગે પણ વિચારણા થઈ રહી છે.
રેડ, ગ્રીન, ઓરેન્જ ઝોનની જવાબદારી છૂટ રાજ્ય સરકારને મળી છે, બધા કલેકટર, મ્યુ. કમિશનર કાલે કન્ટેન્ટમેન્ટ ઝોનની વિગતો આપશે. કન્ટેન્ટમેન્ટ બહાર રાજ્ય સરકાર છૂટછાટ આપશે. રાજકોટ, બરોડા, સુરત, અમદાવાદ, ભાવનગરમાં ઉદ્યોગોને છૂટ.મળી શકે છે સાંજે 7થી સવાર સાત સુધી કરફ્યુનો કડક અમલ થશે રીક્ષા ચાલકો સ્કૂટર ચાલકોને છૂટ મળશે કાલે નિયમો બનશે. દુકાનો ઓફિસો કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર શરૂ થશે. કાલે નિર્ણય. કેટલા કલાક, કેવી રીતે? કાલે નિયમો જાહેર થશે.