Charotar Sandesh
કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત

કચ્છમાં પાકિસ્તાન માટે જાસૂસી કરવારના આરોપમાં ૪ની ધરપકડ…

ગુજરાતમાં સેનાની જાસૂસી કાંડ…!!

નલિયાના મુથાળા એરબેઝમાં ફોટો અને વીડિયો પાડતા એરફોર્સના અધિકારીઓએ ઝડપી પાડ્યા હતા…

કચ્છ : પાકિસ્તાનના ઇશારે સેનાના ઠેકાણાની માહિતી આપવાના આરોપમાં કચ્છ પશ્ચિમ પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે. કચ્છમાં આવેલા નલિયાના એરબેઝની જાણકારી અને તેના ફોટોગ્રાફ્સ પાકિસ્તાનને સપ્લાય કરવાના આરોપમાં આ ચાર શખ્સો ઝડપાયા છે. પોલીસે ઝડપેલા ચારેય શખ્સો કચ્છના અબડાસા તાલુકાના રહેવાસી છે. જેમાંથી એક સગીર છે.
કચ્છ પશ્ચિમ પોલીસે આ મામલે અબડાસા તાલુકાના મંજલના રહેવાસી રફીક મામદ આજમ ઉં.વ ૨૩ રહે રેલડિયા, અબ્બાસ દાઉદ પઢીયાર ઉ.વ. ૧૮ રહેવાસી નુંધાતળ અબડાસા અનને અરબાઝ ઇસ્માઇલ સુમરા ઉ.વ. ૨૦ રહે બુકેરા ફળીયું નલીયાની ધરપકડ કરી છે. આ ઉપરાંત એક સગીર આરોપી પણ ઝડપાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ આ ચારેય શખ્સો વિરુદ્ધ નલીયા એરફોર્સના અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે કેટલાક સંદીગ્ધો નલીયા એરફોર્સ બેઝની શંકાસ્પદ ફોટોગ્રાફી કરી રહ્યા છે. આ ફરિયાદના આધારે કચ્છ સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે.
ઝડપાયેલા ચારે આરોપીઓ વિરુદ્ધ પોલીસે આઈ.પી.સી.ની કલમ ૧૨૩, ૧૨૦ બી, તથા ઑફિશિયલ સિક્રેટ એક્ટ ૧૯૨૩ની કલમ ૩ અને ૯ મુજબ ફરિયાદ દાખલ કરી છે. આ ચારેય યુવાનોએ ગદ્દારી કરી હોવાનો આરોપ છે. કચ્છ પશ્ચિમ પોલીસને પૂછપરછ દરમિયાન મળેલી માહિતી મુજબ આ આરોપીઓ નલીયા એરફોર્સની તસવીરો અને માહિતી પહોંચાડતા હતા.
પોલીસને અત્યારસુધી પ્રાપ્ત માહિતી મુજબ આ ચારેય શખ્સો એક સુનિયોજિત ચેઇન દ્વારા પાકિસ્તાની જાસૂસી સંસ્થાને માહિતી પહોંચાડી રહ્યા હતા અને તેના બદલામાં હવાલાના મારફતે પૈસા મેળવી રહ્યા હતા. ચારેય શખ્સો યુવાન છે અને તેમાંથી એક લબરમૂંછિયો છે.

Related posts

પોલીસ કેસમાં સરખું નામ હોવાથી પ્રસિદ્ધ ગાયિકા ભૂમિ પંચાલને પડી મુશ્કેલી

Charotar Sandesh

નોકરીઓ આપવામાં ફરી દેશમાં અગ્રેસર બન્યું ગુજરાત : ગુજરાતનો બેરોજગારી દર ૩.૪ ટકા રહ્યો…

Charotar Sandesh

રાજ્યના ૫.૯૫ લાખ ખેડૂતો માટે સરકાર દ્વારા રૂ. ૩૭૯૫ કરોડનું સહાય પેકેજ જાહેર…

Charotar Sandesh