કચ્છ : કચ્છના માંડવીના કોટડીમાં ઢોરઢાંખર તણાયા હોવાની ઘટના બની છે. ૭૦ જેટલી ભેંસ અને ૭ ગાય કોટડી નદીમાં તણાય છે. ભારે વરસાદના પગલે નદીમાં પુર આવતા ચારિયાણ માટે આવેલી ગાય-ભેંસ તણાઈ આવી હતી.
મળતી માહિતી મુજબ ૭૦માંથી ૧૭ ભેંસ મળી આવી છે, જ્યારે અન્યની શોધખોળ ચાલી રહી છે. ઘટનાને પગલે નાયબ મામલાતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.