Charotar Sandesh
ઈન્ડિયા

કમર તૂટશે : સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો…

છ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ રૂપિયા વધ્યા…

ન્યુ દિલ્હી : કોરોના સંકટ વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. શુક્રવારે પણ પેટ્રોલના ભાવમાં ૫૭ પૈસા પ્રતિ લીટર અને ડીઝલન ભાવમાં ૫૯ પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. ગત ૬ દિવસથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે.

દેશની રાજધાનીમાં પેટ્રોલ ૭૪.૫૭ રૂપિયા પ્રતિ લીટર ભાવ છે અને ડીઝલની કિંમત પણ વધીને ૭૨.૮૧ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં શુક્રવારે સતત બીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઇ જોવા મળી પરંતુ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારાથી ગ્રાહકોને આંચકો લાગી શકે છે.

ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલની કિંમત વધીને ક્રમશઃ ૭૪.૫૭ રૂપિયા, ૭૬.૪૮ રૂપિયા, ૮૧.૫૩ રૂપિયા અને ૭૮.૪૭ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. તો બીજી તરફ ડીઝલના ભાવ પણ ચારેય મહાનગરોમાં વધીને ક્રમશઃ ૭૨.૮૧ રૂપિયા, ૬૮.૭૦ રૂપિયા, ૭૧.૪૮ રૂપિયા, અને ૭૧.૧૪ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.

Related posts

૫ લાખથી ૭.૫ લાખ સુધીની આવક પર હવે ૨૦%ના બદલે ૧૦% ટેક્સ…

Charotar Sandesh

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૨૬,૬૨૪ કેસ, ૩૪૧ દર્દીનાં મોત…

Charotar Sandesh

મોંઘવારીનો માર : પૅટ્રોલ-ડીઝલમાં આગ, ડુંગળીએ રડાવ્યા…

Charotar Sandesh