Charotar Sandesh
વર્લ્ડ

કમલા હેરિસે સેનેટમાંથી રાજીનામું આપ્યું : અમેરિકાની પ્રથમ મહિલા વા.પ્રેસિડેન્ટ બનશે…

USA : અમેરિકાના નવા ચૂંટાયેલા પહેલા મહિલા વાઈસ પ્રેસિડેન્ટ કમલા હૈરિસે સોમવારે ઔપચારિક રૂપે સેનેટની સભ્યતાથી રાજીનામું આપી દીધું. હવે તેઓ બુધવારે એટલે કે ૨૦ જાન્યુઆરીએ અમેરિકાની પહેલી મહિલા વાઈસ પ્રેસિડેન્ટ તરીકે પદના શપથ ગ્રહણ કરશે. સેનેટથી રાજીનામું આપવાની સાથે જ ભારતીય મૂળની ૫૮ વર્ષીય કમલા હૈરિસનું અમેરિકી કોંગ્રેસના ઉચ્ચ સદનમાં તેનો ચાર વર્ષનો કાર્યકાળ પણ પૂરો થઈ ગયો છે. કમલા હૈરિસે આ રાજીનામું જો બિડેનના પ્રેસિડેન્ટ પદના શપથ ગ્રહણના ૨ દિવસ પહેલા આપ્યું.
જણાવી દઈએ કે ભારતીય મૂળની કમલા હૈરિસે નવેમ્બર ૨૦૧૬માં સેનેટની ચૂંટણીમાં જીત નોંધાવી હતી અને જાન્યુઆરીમાં ઉચ્ચ સદનની સદસ્યતાના શપથ લીધા હતા. ૩ નવેમ્બર ૨૦૨૦ના રોજ થયેલ અમેરિકી પ્રેસિડેન્શિયલ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર અને ડેમોક્રેટિક પાર્ટીએ ભારી મતોથી જીત નોંધાવ્યા બાદ વાઈસ પ્રેસિડેન્ટ ઉમેદવાર કમલા હૈરિસ બુધવારે શપથ ગ્રહણ કરી ઈતિહાસ રચી દેશે. શપથ ગ્રહણ કર્યા બાદ કમલા હૈરિસ અમેરિકાની પહેલી મહિલા, પહેલી અશ્વેત અને દક્ષિણ એશિયાઈ મૂળની પહેલી વાઈસ પ્રેસિડેન્ટ બની જશે.
જાણીને તમે દંગ રહી જશો કે ૨૦ જાન્યુઆરીએ થનાર શપથ ગ્રહણ સમારોહામં કમલા હૈરિસને અમેરિકાની પહેલી લૈટિન અમેરિકી ન્યાયમૂર્તિ સોનિયા સોટોમાયોર વાઈસ પ્રેસિડેન્ટ પદના શપથ લેવડાવશે. આ દરમ્યાન ૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ સમર્થકો દ્વારા કેપિટલ હિલ પર કરેલ ઘાતક હુમલા બાદથી જો બિડેનના શપથ ગ્રહણ સમારોહ પહેલાં તણાવની સ્થિતિ બનેલી છે. કેપિટોલ હિલમાં સુરક્ષાને અલર્ટ પર રાખવામાં આવી છે, આ ક્રમમાં બે દિવસ માટે પરિસરમાં એન્ટ્રી અને એક્ઝિટને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.

  • Naren Patel

Related posts

US પ્રમુખ જો બાઈડને વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી, જુઓ તસ્વીરો

Charotar Sandesh

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન કોરોના પોઝિટિવ…

Charotar Sandesh

નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધુ સાત કેસ અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં નોંધાયા

Charotar Sandesh