Charotar Sandesh
ગુજરાત

કમોસમી વરસાદથી ડાંગમાં આહ્લાદક વાતાવરણ, સાપુતારામાં પ્રવાસીઓ ઉમટ્યા…

સાપુતારા : ગયા અઠવાડિયામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. દક્ષિણ ગુજરાત પંથકમાં ત્રણ દિવસ વરસાદી વાતાવરણ રહ્યું હતું. જેના કારણે ત્યાના પ્રવાસન સ્થળોમાં વિકેન્ડ દરમિયાન પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદના પગલે આહ્લાદક વાતાવરણ ઉભું થયું છે. જેને લઇને સાપુતારા હિલ સ્ટેશનમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
વિકેન્ડ દરમિયાન પ્રવાસીઓનો ધસારો ગુજરાતના હિલ સ્ટેશન સાપુતારામાં જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારાનો નજારો જોવા માટે પહોંચ્યા છે.સાપુતારા ખાતે સનસેટ પોઇન્ટ અને કુદરતી વાતાવરણની મજા માણવા પ્રવાસીઓ આવી રહ્યાં છે. જેને લઇને સાપુતારામાં આવેલી હોટલ ફૂલ થઇ ગઇ છે.
ગુજરાતનું હિલ સ્ટેશન સાપુતારા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન સાપુતારા અને ડાંગ જિલ્લાનો નજારો જોવાલાયક હોય છે. કોરોનાના કારણે આ વર્ષે સાપુતારા અને ડાંગ ફરવા જતાં પ્રવાસીઓ અહીંના ચોમાસાની મજા સારી રીતે માણી શક્યા ન હતા, પરંતુ શિયાળા દરમિયાન પડેલા કમોસમી વરસાદના કારણે અનેક એવા પ્રવાસીઓ કે જે ચોમાસા દરમિયાન સાપુતારા નહોતા જઇ શક્યા તેઓ આ વિકેન્ડમાં સાપુતારાના આ નયનરમ્ય દૃશ્યને નિહાળવા પહોંચી રહ્યાં છે.

Related posts

ગુજરાતના 23 IPS અધિકારીઓની બદલી : આણંદ SPની અમદાવાદ સાયબર ક્રાઈમમાં થઈ બદલી, જુઓ નવા એસપી

Charotar Sandesh

નલિયામાં ઠંડીનો પારો સીધો ૧.૪ ડિગ્રી પહોંચ્યો, રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર રહેશે યથાવત

Charotar Sandesh

PUCના દરમાં વધારો : ટૂ વ્હીલર માટે ૩૦ અને ફોર વ્હીલર માટે ૮૦ ચૂકવવા પડશે…

Charotar Sandesh