મુંબઈ : ટીવી શો ‘યે રિશ્તા કયા કહલાતા હૈ’માં નૈતિકની ભૂમિકા નિભાવનાર એકટર કરણ મેહરાની મુંબઇ પોલીસે ધરપકડ કરી હતી. હવે તેને જામીન મળી ગયા છે. તેની પત્ની અભિનેત્રી નિશા રાવલે તેની વિરૂદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ દાખલ કર્યો છે. જામીન બાદ તેણે પોતાની ઉપર લાગેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે. ત્યારબાદ હવે નિશાના મિત્રોએ તેનો સાથ આપવાનું શરૂ કરી દીધું છે.
હવે આ કેસમાં રાખી સાવંતનો રિએકશન સામે આવ્યું છે. વાત એમ છે કે પાપારાજીઓ સાથે વાત કરતાં તેનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં રાખી કહી રહી છે કે નિશા અંગે સાંભળીને તેને ખૂબ દુઃખ થયું છે. તે કહી રહી છે આ બધું સાંભળીને તેને લગ્ન પરથી ભરોસો ઉઠી ગયો છે. પરંતુ રાખીની એક લાઇને તેના રિએકશનને મજાક બનાવી દીધી. રાખે કહ્યું કે હું ખૂબ દુઃખી છું, ખબર નહીં મેકઅપ વગર હું કેવી લાગી રહી છું. સોશિયલ મીડિયા પર હવે રાખીનો આ વીડિયો હવે વાયરલ થઇ રહ્યો છે અને રાખીના આ મેકઅપ વાળી કમેન્ટની લોકો ખૂબ મજાક ઉડાવી રહ્યા છે.
નિશાએ પરસ્પર વિવાદ બાદ ૩૧ મે ૨૦૨૧ના રોજ પતિની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ મુંબઇ પોલીસે કરણની ધરપકડ કરી લીધી હતી. જો કે બીજા દિવસે તેને જામીન પર છોડી દેવામાં આવ્યો હતો. નિશાનો આરોપ હતો કે કરણે તેને દિવાલ પર ધક્કો માર્યો હતો. તેનાથી તેના માથા પર ઇજા પહોંચી હતી. તો મંગળવારના રોજ નિશાના સપોર્ટમાં કેટલાંક સેલેબ્સ અને તેમના મિત્ર સામે આવ્યા હતા અને નિશાના માથા પર ઇજાની તસવીર પણ ઇંસ્ટાગ્રામ પર શેર કરી હતી. ત્યારબાદ નિશાની લોહીથી લથપથવાળી તસવીર હજી સુધી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.