Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

કરમસદ-સંદેશર-બાકરોલ સહિતના ગામોના કોરોના સંક્રમિત વિસ્તાર કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર…

બાકરોલ-બોરીઆવી-કરમસદ નગરપાલિકા અને સંદેશર-ખંભોળજ-લાભવેલ-સંદેશર-ખંભોળજ-લાભવેલ-ગ્રામ પંચાયતના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરાયા…

આણંદ : હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમાયાંતરે કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર- જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ આમુખ- (૨) મુજબ પીઓએલ/૧/જાહેરનામા/એસઆર/૧૨/૨૦૨૧ તા.૧૩/૦૪/૨૦૨૧ વિગતે જાહેરનામાથી સુચના બહાર પાડવામાં આવેલ છે. વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર જવર ઉપર આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી શ્રી આર.જી.ગોહિલે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- ૧૯૭૩ની કલમ- ૧૪૪, ધી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ ૧૮૯૭ની કલમ-ર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની ક્લમ-૩૦ તથા ૩૪ હેઠળ, નીચે જણાવેલ વિસ્તારો COVID-19 ના Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરેલ છે.

તે મુજબ (૧) આણંદ તાલુકામાં બાકરોલ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ ૧૩/યમુના ટ્‌વીન્સ, બાકરોલ (કુલ-૧ મકાન) નો વિસ્તાર,

બોરીયાવી નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ (૧) અમરકુંજ સોસાયટી (કુલ-૩ મકાન) (૨) લુહાર ફળીયુ, બોરીયાવી (કુલ-૭ મકાન) (૩) રવાથીયા વિસ્તાર બોરીયાવી (કુલ-૩ મકાન)નો વિસ્તાર.

કરમસદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ (૧) શારદા બંગ્લોઝ (કુલ-૧ મકાન) (૨) નારાયણદેવ મહાદેવ(કુલ-૧ મકાન) (૩) ૨૨ (અવધ) એરીસ્ટ્રોવીલા (કુલ-૧ મકાન)નો વિસ્તાર.

સંદેશર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ (૧) રઘુનાથ પોલ (કુલ-૧ મકાન)નો વિસ્તાર (૨) ૩૦, પ્રાર્થના પાર્ક (કુલ-૧ મકાન)નો વિસ્તાર

ખંભોળજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ (૧) ગોકુલધામ સોસાયટીની બાજુમાં ખંભોળજ (કુલ-૧મકાન)નો વિસ્તાર (૨) પોલીસ સ્ટેશનની સામે ખંભોળજ (કુલ-૧ મકાન)નો વિસ્તાર

લાંભવેલ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ (૧) ઓલ્ડેજ હોમ, લાંભવેલ (કુલ-૧ મકાન) નો વિસ્તાર (૨) મારૂતિ બિલ્ડીંગ પાછળ લાંભવેલ (કુલ-૧ મકાન) નો વિસ્તાર (૩) ડેરી પાછળ લાંભવેલ (કુલ-૧૦મકાન)નો વિસ્તાર (૪) પરબડી પાસે લાંભવેલ (કુલ-૧૦ મકાન) નો વિસ્તારનો સમાવેશ કરવામાં આવેલ છે.

ઉકત વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રાખી શકાશે. તેમજ સરકારશ્રીની વખતો વખતની તમામ સુચનાઓનું પાલન કરવાનું રહેશે.આ હુકમ અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. સરકારી ફરજ પરની વ્યક્તિઓ ફરજના ભાગરૂપે અવર-જવર કરી શકાશે. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે આણંદજિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ આઈ.પી.સી. કલમ-૧૮૮ મુજબ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.

Related posts

આણંદવાસીઓ સાવધાન : જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના નવા ૧૮ કેસો નોંધાયા, જાણો વિગત

Charotar Sandesh

આણંદના મલાતજ અને પણસોરા સહિતના ગામોમાં ૧૫ દિવસનું લૉકડાઉન જાહેર કરાયું…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ૬૦ વર્ષથી ઉપરના અને ૪૫ થી ૫૯ વર્ષની વ્યકિતઓને વેકિસનેશનનો પ્રારંભ…

Charotar Sandesh