મુંબઈ : બોલિવૂડ સ્ટાર્સે અન્ય તહેવારોની જેમ જ ક્રિસમસ સેલિબ્રેટ કરી હતી. કરીના કપૂરથી લઈ મલાઈકા અરોરા, અનન્યા પાંડે, કંગના રનૌત સહિતના સેલેબ્સે ક્રિસમસ પાર્ટી એન્જોય કરી હતી. કરીના હાલમાં પ્રેગ્નન્ટ છે અને ફેબ્રુઆરીમાં બીજા બાળકને જન્મ આપશે. કરીનાની ક્રિસમસ પાર્ટીમાં ઈબ્રાહિમ અલી ખાન, સોહા અલી ખાન, કરિશ્મા કપૂર, નતાશા પૂનાવાલા-અદાર પૂનાવાલા સહિત નિકટના મિત્રો હાજર રહ્યાં હતાં. મલાઈકા અરોરાએ પેરેન્ટ્સ તથા બહેન સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરી હતી. તો બોલિવૂડ એક્ટર સંજય કપૂરની પત્ની મહિપ કપૂરે દુબઈમાં દીકરી સાથે ક્રિસમસ સેલિબ્રેશન કર્યું હતું. કંગનાએ મનાલીમાં બહેન રંગોલી તથા પરિવાર સાથે પાર્ટીની મજા માણી હતી.