Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

કલેકટર કે.એલ.બચાણીએ પૂજય બાપુને યાદ કરી સુતરની આટી પહેરાવી ભાવ સભર વંદન કરી પુષ્પાંજલિ થકી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા

મહાત્મા ગાંધીજી

પૂજ્ય બાપુના સ્મારક પર સુતરની આંટી પહેરાવી ગાંધીજીને ભાવ સભર વંદન કરી પુષ્પાંજલિ થકી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા

ખેડા જિલ્લા કલેક્ટર શ્રી કે.એલ.બચાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૫ મી જન્મ જયંતી એ નડિયાદ ખાતે આવેલ સરદાર પટેલ ભવન પાસે પૂજ્ય બાપુના સ્મારક પર સુતરની આંટી પહેરાવી ગાંધીજીને ભાવ સભર વંદન કરી પુષ્પાંજલિ થકી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. કલેક્ટરશ્રી એ વધુમાં પૂજ્ય બાપુને યાદ કરતા જણાવ્યું હતું કે, આજે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ છે અને સાથોસાથ ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિવસ છે. આ બંને ભારતમાતાના સપૂતોને દેશ ક્યારે ભુલશે નહિ.
વધુમાં શ્રી બચાણીએ જણાવ્યું કે, “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આ વર્ષે “સ્વચ્છતા હી સેવા” અભિયાન ઉજ્જવવામાં આવી રહ્યો છે. ત્યારે ખેડા જિલ્લામાં આ અભિયાનને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની સાથે શહેરી વિસ્તારમાં પણ બહોળી સંખ્યામાં લોકો મહાશ્રમદાન અભિયાનમાં ભાગ લીધો છે. સાથોસાથ આવનારા સમય ભારતના લોકો સ્વચ્છતાને વધુ મહત્વ આપશે એવી કલેકટર શ્રીએ આશા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટરશ્રી બી.એસ.પટેલ, પ્રાંત અધિકારી શ્રી જે.એમ.ભોરણીયા, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી રુદ્રેશ હુદડ અને ખેડા જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

other : ખેડા જિલ્લા કોંગ્રેસ પરિવારે મહાત્મા ગાંધીજી ને સુતર ની આંટી પહેરાવી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા 

Related posts

ગરબાના સ્થળે આડેધડ પાર્કિગ થશે તો મંજુરી રદ, પાર્કિંગ થયેલા વાહનોને દંડ ફટકારાશે…

Charotar Sandesh

ખંભાતમાં વધુ એક કોરોના પોઝિટિવ : આણંદ જિલ્લામાં કુલ સંખ્યા ૮ થઈ, રાજ્યમાં કુલ ૪૯૩

Charotar Sandesh

નડિયાદમાં કિશોરી પર ભગાડીને દુષ્કર્મ : આરોપીને કોર્ટે દસ વર્ષ કેદની સજા ફટકારી…

Charotar Sandesh