-
કાનપુર મૂઠભેડના મુખ્ય આરોપી વિકાસ દુબેનું પોલીસ સાથેની મૂઠભેડમાં મોત થયું છે…
-
ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ઉજ્જૈનથી કાનપુર લઈ જઈ રહી હતી…
કાનપુર : કાનપુરના બિકરુ ગામમાં સીઓ સહિત આઠ પોલીસકર્મીઓની હત્યા કરનારો ગેંગસ્ટર વિકાસ દુબે શુક્રવારે સવારે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. યુપી STFની ટીમ તેને ઉજ્જૈનથી ટ્રાંજિટ રિમાંડ પર કાનપુર લઈ જઈ રહી હતી. પરંતુ શહેરથી 17 કિમી પહેલા સવારે 6.30 વાગ્યે કાફલાની એક ગાડી પલટી ખાઈ ગઈ હતી. વિકાસ એ જ ગાડીમાં બેઠો હતો. દુર્ઘટના પછી પોલીસ ટીમ પાસેથી પિસ્તોલ છીનવીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તો સામે પોલીસની કાર્યવાહીમાં તે ઘાયલ થયો હતો. તેને છાતી અને કમરના ભાગે બે ગોળી વાગી છે. ત્યારપછી તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેને સવારે 7 વાગ્યેને 55 મિનિટ પર મૃત જાહેર કરાયો હતો. જો કે, હાલ પોલીસનું સત્તાવાર નિવેદન આવ્યું નથી. વિકાસ દુબેને ગુરુવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરથી ઝડપ્યો હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે સવારે વિકાસસ દુબેને ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ઉજ્જૈનથી કાનપુર લઈ જઈ રહી હતી. કાનપુર પહેલાં રસ્તામાં જ કાફલાની એક ગાડી પલટી ગઈ હતી. ગાડી પલટી એનાથી કેટલાક પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા અને એ ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓની પિસ્તોલ લઈને ભાગવાની કોશિશ તેણે કરી હતી. આ પછી પોલીસે એને ઘેરી લીધો, તેને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું પણ તેણે ગોળીબાર શરૂ કરી દીધો. જેના જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું. જોકે વિકાસને કેટલી ગોળી વાગી છે એનો કોઈ માહિતી નથી.
આ પછી ઈજાગ્રસ્ત વિકાસ દુબેને સ્ટ્રેચર પર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. પોલીસના કહેવા પ્રમાણે ડૉક્ટરોએ આરોપીના મોતની પુષ્ટિ કરી દીધી હતી.