વિશ્વભરમાં કોરોના વાયરસે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધુ : મહામારીમાં ૪૪.૮૫ લાખ સપડાયાઃ સૌથી વધુ ૮૫૯૯૧ મોત અમેરિકામાં…
યુરોપમાં ૧૫૮૬૭૨ લોકોના મોત થયા : બ્રાઝીલ, ફ્રાન્સ, રૂસ, ભારત, પાકિસ્તાન, અમેરિકા, જર્મની, સ્પેન, બ્રિટન, ચીન, કેનેડામાં હજુ તાંડવ મચાવી રહ્યો છે કોરોના વાયરસ…
નવી દિલ્હી : દુનિયાભરમાં કોરોના વાયરસે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધુ છે. સ્થિતિ એવી છે કે આ વાયરસથી સંક્રમિત લોકોના મોતનો વૈશ્વિક આંકડો ૩ લાખની ઉપર પહોંચી ગયો છે. અત્યાર સુધી આ મહામારીના ઝડબામાં ૪૪.૮૫ લાખથી વધુ લોકો આવી ચૂકયા છે. ગઈકાલ રાત સુધી વિશ્વમાં કુલ ૪૪,૮૯,૪૮૨ લોકો સંક્રમિત હતા. જેમાંથી મરનારાની સંખ્યા ૩૦૧૦૨૪ થઈ છે.
જો કે આમાથી ૧૬૮૮૯૪૩ લોકો ઈલાજ બાદ સાજા પણ થયા છે. દુનિયામાં સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકામાં ૧૪૪૦૪૨૭ દર્દીઓમાંથી ૮૫૯૯૧ લોકોના મોત થયા છે. જ્યારે ૩૧૧૭૨૧ લોકો ઘરે પાછા ફર્યા છે. અમેરિકા પછી સૌથી વધુ કહેર યુરોપના દેશો પર પડયો છે. સમગ્ર યુરોપમાં અત્યાર સુધી ૧૭૧૭૩૩૪ લોકો આ વાયરસની ઝપટે ચડયા છે. આમાથી ૧૫૮૬૭૨ લોકોના મોત થયા છે. મહાદ્વીપમાં સૌથી વધુ કેસ સ્પેનમાં ૨૭૨૬૪૬ છે. જેમાંથી ૨૭૩૨૧ના મોત થયા છે. આ મામલામાં ૩૩૬૧૪ મોત સાથે બ્રિટન અમેરિકા બાદ દુનિયાનો બીજો દેશ છે જ્યાં સૌથી વધુ મોત થયા છે. ત્યાં અત્યાર સુધી ૨૩૩૧૫૧ કેસ સામે આવ્યા છે. યુરોપમાં ત્રીજા ક્રમે ઈટાલીમાં ૨૨૩૦૯૬ કેસમાંથી ૩૧૩૬૮ દર્દીઓના મોત થયા છે. ફ્રાન્સ અને જર્મની પણ સંક્રમણના મામલામાં ઘણા પ્રભાવિત થયા છે. રૂસમાં ૧૦,૦૦૦ નવા કેસ આવતા કુલ કેસ વધીને ૨૫૨૨૦૦થી વધુ થયા છે. ૨૪ કલાકમાં ૯૩ના મોત થયા છે અને મરણાંક ૨૩૦૦નો થયો છે. પાકિસ્તાનમાં વધુ ૩૩ના મોત થયા છે. છે અને અત્યાર સુધીમાં ૭૭૦ના મોત થયા છે. બ્રાઝીલમાં અત્યાર સુધી ૨,૦૩,૦૦૦થી વધુ કેસ સામે આવ્યા છે.