બડગામ : કાશ્મીરમાં સતત ત્રીજા દિવસે સુરક્ષાદળોને આતંકવાદીઓએ નિશાન બનાવ્યા છે. આજે કાશ્મીરના બડગામ જિલ્લામાં સીઆરપીએફની એક ટુકડી પર આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો.જેમાં સીઆરપીએફના બે જવાન અને ચાર સ્થાનિક લોકો ઘાયલ થયા છે.જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે.
આ હુમલા બાદ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને હુમલાખોર આતંકીઓની શોધખોળ શરુ કરી દેવાઈ છે.કોરોનાની મહામારી વચ્ચે પાકિસ્તાને સરહદ પરથી આતંકીઓની ઘૂસણખોરીના પ્રયત્નોમાં ભારે વધારો કર્યો છે.જેના પગલે કાશ્મીરમાં સુરક્ષાદળોને હવે કોરોના અને આતંકવાદીઓ એમ બે મોરચે લડવાનુ આવ્યુ છે.ગઈકાલે પણ સીઆરપીએફની ટુકડી પર હુમલો થયો હતો.આ પહેલા હંદવાડામાં સેનાના એક કર્નલ સહિત પાંચ જવાનો શહિદ થયા હતા.
જોકે સીઆરપીએફના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, બંને જવાનોને સાધારાણ ઈજા થઈ છે.બાકીના નાગરિકોની હાલત ગંભીર છે.