Charotar Sandesh
ઈન્ડિયા

કૃષિમાં પ્રાઇવેટ સેક્ટરને પ્રોત્સાહન આપવાનો સમય આવી ગયો છે : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ વેબિનારમાં સંબોધન કર્યું…
કૃષિ ક્ષેત્રમાં પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટરમાં સાથે આવવું પડશે, નાના ખેડૂતોને તાકાત આપતાં જ કૃષિ ક્ષેત્રનું ભલું થશે…

ન્યુ દિલ્હી : કોરોના વાયરસની રસી લગાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કામ કરવાનું ચાલુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે એક વેબિનારને સંબોધિત કર્યો, જેમાં બજેટમાં કૃષિ ક્ષેત્ર પર કયા પ્રકારે ફોકસ રાખવામાં આવ્યું છે તેના પર ચર્ચા થઇ. પીએમ મોદીએ કહ્યું કે હવે સમય આવી ગયો છે જ્યારે કૃષિ સેક્ટરમાં પ્રાઇવેટ પ્લેયર્સને બળ આપવામાં આવે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીં પોતાના સંબોધનમાં કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટરમાં સાથે આવવું પડશે, દેશના નાના ખેડૂતોને ધ્યાનમાં રાખતાં સરકારે ઘણા નિર્ણય લીધા છે. પીએમ મોદીએ કહ્યું કે નાના ખેડૂતોને તાકાત આપતાં જ કૃષિ ક્ષેત્રનું ભલું થશે.
પીએમ મોદી એ પોતાના સંબોધનમાં કહ્યું કે બજેટમાં એવા ઘણા એવા નિર્ણય લેવામાં આવ્યા છે, જેનાથી સરકારના વિઝનની ખબર પડે છે. પીએમ મોદીએ કહ્યું કે જો ત્રણ દાયદા પહેલાં આ કામ થઇ જાય તો ખૂબ સારું થાય, પરંતુ હવે આપણે વર્તમાન અને ભવિષ્યને જોઇને કામ કરવું પડશે.
પીએમ મોદીએ કહ્યું કે ફૂડ પ્રોસેસિંગ દ્રારા ખેડૂતો સાથે-સાથે પ્રાઇવેટ પબ્લિક સેક્ટરને બળ મળશે. ખેડૂતોની ઉપજને વધુ વિકલ્પ મળવો, સમયની માંગ હવે માંગડાઓની પાસે જ એગ્રો ઇંડસ્ટ્રીની સંખ્યા વધારવાની રહેશે જેથી રોજગાર અહીં જ મળશે.
પોતાના સંબોધનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ખેતીની સાથે મત્સ્ય ક્ષેત્રમાં પણ અમારું ધ્યાન છે. પીએમ મોદીએ કહ્યું કે કોવિડ બાદ રેડી ટૂ ઇટ, રેડી ટૂ કુક જેવી પ્રોડક્ટની ડિમાન્ડ વધી ગઇ છે. પીએમ મોદીએ કહ્યું કે કિસાન રેલથી નાના ખેડૂતોને ફાયદો થયો છે. પીએમ મોદીએ કહ્યું કે હવે અલગ-અલગ જિલ્લાઓને જોડવા માટે કલસ્ટર બનાવવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે નાના ખેડૂતો ટ્રેક્ટર લઇ શકતા નથી, એવામાં ટ્રેક્ટરને ભાડે આપવાની સુવિધા પર ભાર મુકવામાં આવે. પીએમ મોદીએ કહ્યું કે માટીની તપાસને લઇને ખેડૂતોને જાગૃત કરવા જોઇએ. પીએમ મોદીએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કૃષિમાં પણ પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારી વધે, ફક્ત બીજ સુધી જ નહી પરંતુ તેને આગળ વધારવું જોઇએ.

Related posts

અંબાણી બંધુઓની ઝેડ પ્લસની સિક્યુરિટી પાછી લેવાની અરજી સુપ્રિમે રદ્દ કરી…

Charotar Sandesh

કોરોના દર્દીઓની સંખ્યા ૧૦૦૦ને પારઃ અત્યાર સુધી ૨૫ લોકોના મોત…

Charotar Sandesh

૨૦૨૨ના માર્ચ મહિના સુધી મોદી સરકાર દેશના અન્ય ૧૩ એરપોર્ટનું ખાનગીકરણ કરશે

Charotar Sandesh