Charotar Sandesh
ઈન્ડિયા

કૃષિ કાનૂન વિરૂદ્ધ ખેડૂતોનું આવતીકાલે ભારત બંધ : વિપક્ષો સહિત ૧૦ ટ્રેડ યુનિયનોનું સમર્થન…

કોંગ્રેસ, સપા, બસપા સહિતની રાજકીય પાર્ટીઓ સહિત ૧૦ ટ્રેડ યુનિયનોનું ખેડૂતોના ભારત બંધને સમર્થન…

દેશના અનેક રાજ્યોમાં બંધના મિશ્ર પ્રતિભાવો જોવા મળે તેવી શકયતા, કોંગ્રેસ જિલ્લા મથકોએ દેખાવો કરશે, સરકાર કૃષિ કાયદા પાછા ખેંચવાના મૂડમાં નથી, કેજરીવાલે પણ બંધને સમર્થન જાહેર કર્યું…

ન્યુ દિલ્હી : કૃષિ કાનૂન વિરૂદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ આવતીકાલે આપેલા ભારત બંધને કોંગ્રેસ, ડીએમકે, આપ, બસપા અને ટીઆરએસ દ્વારા પણ સમર્થન આપવાનું એલાન કરવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં ૧૧થી વધુ વિપક્ષો અને ૧૦ ટ્રેડ યુનિયનોએ ભારત બંધનું સમર્થન કર્યુ છે.
ખેડૂતોના ભારત બંધને કોંગ્રેસે સંપૂર્ણ સમર્થનની ઘોષણા કરી છે. ખેડૂતોની માંગના સમર્થનમાં ૮ ડિસેમ્બરે કોંગ્રેસ તમામ રાજ્ય મુખ્યાલય અને જિલ્લા કાર્યાલયો પર પ્રદર્શન કરશે. કોંગ્રેસ કૃષિ કાનૂનનો પ્રસ્તાવ લવાયો ત્યારથી જ તેનો વિરોધ કરી રહી છે. રાહુલ ગાંધીએ કાનૂન લાગૂ થયા બાદ પંજાબમાં ખેડૂતોની એક વિશાળ રેલીને સંબોધિત કરી હતી.
ખેડૂતોની માંગના સમર્થનમાં ખુલ્લીને સામે આવી રહેલ આમ આદમી પાર્ટી નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બંધને સમર્થન આપ્યું છે. આપ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે પાર્ટીએ સંસદથી લઈ સડક સુધી તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને ખેડૂતોનું સમર્થન કરવાની ઘોષણા કરી છે. ખેડૂતો દિલ્હી પહોંચવા પર જ્યારે દિલ્હી પોલીસે સ્ટેડિયમને જેલ બનાવવા માટે મંજૂરી માંગી હતી તો દિલ્હી સરકારે તે ફગાવી દીધી હતી.
તેલંગાણાના મુખ્યમંત્રી અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિના નેતા કે ચંદ્રશેખર રાવે પણ ખેડૂતોના ભારત બંધને પોતાનું સમર્થન આપ્યું છે. કેસીઆરે પાર્ટી કાર્યકર્તાઓને ભારત બંધને સફળ બનાવવામાં સહયોગ કરવાની અપીલ કરી છે.
બંધનું સીપીએમ, સીપીઆઈ, સીપીઆઈ-એમએલ, રિવૉલ્યૂશનરી સોશિયાલિસ્ટ પાર્ટી અને ઑલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક સહિત તમામ વામ દળોએ પોતાનું સમર્થન આપ્યું છે. વામદળો તરફથી જાહેર કરાયેલ સંયુક્ત નિવેદનમાં ખેડૂતોની માંગના સમર્થન અને આ કાનૂન પરત લેવા માટે ભારત બંધનું સમર્થન કરવાની વાત કહી છે. ખેડૂતોના ભારત બંધના આહ્વાનને તૃણમૂલ કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે.
રાજનૈતિક પાર્ટીઓની સાથે જ કેડૂતોના પ્રસ્તાવિત ભારત બંધના ટ્રેડ યૂનિયનોએ પણ પોતાનું સમર્થન આપ્યું છે. ઈન્ડિયન નેશનલ ટ્રેડ યૂનિયન કોંગ્રેસ, ઑલ ઈન્ડિયા ટ્રેડ યૂનિયન કોંગ્રેસ, હિંદ મજૂર સભા, સેંટર ફોર ઈન્ડિયન ટ્રેડ યૂનિયંસ, ઑલ ઈન્ડિયા ટ્રેડ ઈન્ડિયન સેંટર અને ટ્રેડ યૂનિયનને કો-ઓર્ડિનેશન સેંટરે બંધનુા સમર્થનની ઘોષણા કરી છે.
ભાજપના સહયોગી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીએ પણ ભારતનું સમર્થન કર્યું છે. પાર્ટી નેતા અને સાંસદ હનુમાન બેનીવાલે કહ્યું કે પીએમ મોદીને કૃષિ કાનૂન પરત લેવું જોઈએ. એનડીએમાં રહેવું કે નહિ તેનો અમે ૮ ડિસેમ્બર બાદ ફેસલો લેશું.
ખેડૂતોએ પણ હવે સરકારને અલ્ટીમેટમ આપી દીધુ છે કે જ્યાં સુધી નવા ૩ કૃષિ કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી તેમનું આંદોલન ખતમ નહીં થાય. કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો દિલ્હીની સરહદો પર ડટેલા છે. દિલ્હીની સિંઘુ બોર્ડર પર રવિવારે ખેડૂત સંગઠનોની મહત્વની પ્રેસ કોન્ફરન્સ થઈ. જેમાં તેમણે આ સંદેશ આપ્યો. સંગઠનોએ ખેડૂતોને દિલ્હી કૂચ કરવાની અપીલ પણ કરી છે.

  • બંધમાં ભારતીય કિસાન સંઘ નહી જોડાય…

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાવિરુદ્ધ અનેક ખેડૂતસંગઠનોએ કાલે ભારત બંધનું આહ્વાન કર્યું છે. પરંતુ આરએસએસ સાથે જોડાયેલા ભારતીય કિસાન સંઘે તેનાથી અંતર જાળવ્યું છે. ભારતીય કિસાન સંઘે કહ્યું કે જ્યારે બંને પક્ષો ૯ ડિસેમ્બરના રોજ ફરીથી વાતચીત માટે સહમત થયા છે તો પછી ૮ ડિસેમ્બરના રોજ ભારત બંધનું આહ્વાન યોગ્ય નથી.
ભારતીય કિસાન સંઘે પોતાના નિવેદનમાં કહ્યું છે કે અત્યાર સુધી તો કિસાન આંદોલન અનુશાસિત રીતે ચાલ્યું છે, પરંતુ તાજા ઘટનાક્રમોને ધ્યાનમાં લેતા એ કહેવું જરાય ખોટું નહીં હોય કે વિદેશી તાકાતો, રાષ્ટ્રદ્રોહી તત્વ અને કેટલાક રાજકીય પક્ષોનો પ્રયાસ ખેડૂત આંદોલનને અરાજકતા તરફ વાળવાનો પ્રયત્ન છે.

Related posts

દિલ્હી હિંસાનો સંસદમાં ઉગ્ર પડઘો : સાંસદો વચ્ચે ધક્કામુક્કી…

Charotar Sandesh

લોકડાઉન જરૂરી હતું, પણ અનિયોજિત રીતે લાગૂ કરાયું : સોનિયા ગાંધી

Charotar Sandesh

ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ : પંજાબ-હરિયાણામાં નવા-૩ મામલા, ચંડીગઢમાં નોંધાયો પહેલો કેસ…

Charotar Sandesh