મુંબઈ : બોલિવૂડમાં વિવિધ અભિનેત્રીઓ વચ્ચે સરખામણીઓ થતી રહે છે અને તેમના કામ અંગે પણ તુલનાત્મક ચર્ચાઓ સામે આવતી હોય છે. આ સરખામણીઓ ક્યારેક કોઈ સ્ટાર કાસ્ટ માટે જોખમી અને નુકસાનકારક સાબિત થતી હોય છે. ઝરીન ખાને પણ આવી જ કંઈક વાત કરી છે. તેણે થોડા સમય પહેલાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, જ્યારે બોલિવૂડમાં કેટરીનાનું આકર્ષણ હતું ત્યારે જ મારી ફિલ્મ વીર આવી હતી.
તે પછી મારી સરખામણી કેટરીના સાથે થવા લાગી હતી. તેના કારણે મારી કારકિર્દી આગળ વધી જ નહીં. પહેલી જ ફિલ્મ જ્યારે ફ્લોપ ગઈ તો તેની જવાબદારી પણ મારા માથે જ નાખી દેવામાં આવી અને મને વધારે અસર થઈ.