Charotar Sandesh
વર્લ્ડ

કેનેડાની શાળાના પરિસરમાંથી ૨૧૫ બાળકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ…

ટોરેન્ટો : કેનેડાની એક શાળાના પરિસરમાંથી ૨૧૫ બાળકોના મૃતદેહ દફનાવેલા મળી આવ્યા હતા. તેમાં કેટલાક મૃતદેહ તો માત્ર ૩ વર્ષ સુધીની ઉંમરના બાળકોના જ છે. એક સમયે આ શાળા કેનેડાની સૌથી મોટી આવાસીય વિદ્યાલય ગણાતી હતી. એક અધિકારીના કહેવા પ્રમાણે જમીનભેદી રડારની મદદથી ગત સપ્તાહે મૃતદેહોની ભાળ મેળવવામાં આવી હતી. વધુમાં હજુ અનેક મૃતદેહ મળી શકે છે તેવી આશંકા વ્યક્ત કરી હતી કારણ કે શાળા પરિસરમાં અનેક સ્થળે તપાસ હજુ પણ બાકી છે.
અધિકારીએ જણાવ્યું કે, કૈમલૂપ્સ ઈન્ડિયન રેસિડેન્શિયલ સ્કુલમાં જે ક્ષતિ થઈ છે તેના વિશે વિચારી પણ ન શકાય. ટ્રૂથ એન્ડ રિકન્સિલિએશન કમિશને ૫ વર્ષ પહેલા સંસ્થામાં બાળકો સાથે થયેલા દુર્વ્યવહાર અંગે વિસ્તૃત રિપોર્ટ આપ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે, દુર્વ્યવહાર અને બેદરકારીના કારણે ઓછામાં ઓછા ૩,૨૦૦ બાળકોના મોત થયા છે. તેમાં કૈમલૂપ્સ શાળામાં ૧૯૧૫થી ૧૯૬૩ દરમિયાન ઓછામાં ઓછા ૫૧ બાળકોના મોત થયા હતા.
બ્રિટિશ કોલમ્બિયાના પ્રમુખ જોન હોરગાનના કહેવા પ્રમાણે આ ઘટનાની જાણ થતા જ તેઓ ભયભીત અને દુખી થઈ ગયા છે. કૈમલૂપ્સ શાળા ૧૮૯૦થી ૧૯૬૯ સુધી સંચાલિત થઈ હતી. ત્યાર બાદ સંઘીય સરકારે કેથલિક ચર્ચ પાસેથી તેનું સંચાલન પોતાના હાથોમાં લઈ લીધું હતું. આ શાળા ૧૯૭૮માં બંધ થઈ ગઈ હતી.

Related posts

વર્લ્ડકપ માટે વેસ્ટ ઈન્ડઝનાં વાઈસ કેપ્ટન તરીકે ક્રિસ ગેલની નિમણુંક

Charotar Sandesh

માઇક્રોસોફ્ટમાં પત્રકારોને જગ્યાએ હવે ’રોબોટ’ કરશે કામ, પત્રકારો બન્યા બેરોજગાર…

Charotar Sandesh

અમેરિકાની યુનિવર્સિટીમાં નિશુલ્ક હિન્દી ભાષા ભણાવાશે, 28મીથી અભ્યાસક્રમ શરૂ…

Charotar Sandesh