ઓટ્ટાવા : ફ્રાન્સ બાદ કેનેડામાં ચાકુથી ઘાતકી હત્યા કર્યાની ઘટના સામે આવી રહી છે. અહીં એક વ્યક્તિ એ કેટલાંય લોકો પર ચાકુથી હુમલો કર્યો અને કમ સે કમ બે લોકોના મોત થયા છે જ્યારે પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલાના શંકાસ્પદને પકડવા માટે પોલીસે નાકાબંધી કરી દીધી છે.
કેનેડાના ક્યુબેક સિટીમાં એક શંકાસ્પદ વ્યક્તિએ કેટલાંય લોકો પર હુમલો કર્યો. હુમલાખોર મધ્યકાલીન યૌદ્ધાઓના પોશાકમાં હતો. આ હુમલા બાદ પોલીસે લોકોને ઘરમાં રહેવાની આપીલ કરી. આ હુમલ હેલોવીનના પ્રાંતીયા વિધાનસભાની પાસે બની છે.
સ્થાનિક પોલીસે હુમલાખોરની ધરપકડ માટે વ્યાપક અભિયાન ચલાવ્યું છે. પોલીસે એલર્ટ રજૂ કરતાં લોકોને પાર્લામેન્ટ હિલ વિસ્તારમા જવાથી બચવા માટેનું કહ્યું છે. પોલીસનું કહેવું છે કે હુમલાખોર આ વિસ્તારમાં કયાંય પણ છુપાયેલા હોઇ શકે છે. એવામાં આ વિસ્તારમાં જવું ખતરનાક સાબિત થઇ શકે છે.