કોરોના મહામારી દેશના વિકાસને લાંબો સમય રોકી નહીં શકે : શાહ
ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકાની કામગીરીનું આધુનિકરણ કરવા માટે નાણાંકીય હિસાબ સંચાલન, માનવ સંસાધન સિસ્ટમ, યોજના સંચાલન, પ્રાપ્તિ વ્યવસ્થાપન, સંપત્તિ, અહેવાલ, મોબાઇલ એપ્લિકેશન, વેબ પોર્ટલ, આંતર- વિભાગ ફાઇલ સંચાલન જેવા અનેક કામોનું સરળીકરણ કરવા માટે રૂપિયા ૫૩૮ લાખના ખર્ચે તૈયાર થયેલું ઇ.આર.પી. અને ઇ- ગવર્નન્સ પ્રોજેકેટનું લોકાર્પણ કરવામાં આવ્યું. તેમજ ગાંધીનગરના નાગરિકોને ઓનલાઇન સુવિધાઓ પૂરી પાડવા માટે રૂપિયા ૫૧૯ લાખના ખર્ચે પ્રોપટી ટેક્ષ સર્વે એન્ડ બેઝ મેપ ક્રિએશન, અપડેશન એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એન્ટરપ્રાઇઝ જી.આઇ.સી. એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા ૪૩૫ લાખના ખર્ચે સેકટર ૨, ૭/એ અને ૯ ના નવીનીકરણ કરવામાં આવેલા બગીચાઓનું પણ સાંસદના હસ્તે ઇ-લોકાર્પણ કરાયું હતું.
ગાંધીનગર તાલુકામાં પીપળજ અને પીંડારડા ગામમાં રૂપિયા ૧૦ લાખ જેટલાના ખર્ચે તૈયાર થયેલા જનસુખાકારીના વિવિધ કામોનું લોકાર્પણ કરાયું હતુ. ભવિષ્યમાં સેકટરોમાં ટ્રાફિકની સમસ્યા ન થાય તેનું આગોતરા આયોજનના ભાગરૂપે ગાંધીનગરના સેકટર ૭,૧૧,૧૭,૨૧ અને ૨૨ ખાતે રૂપિયા ૩૩ કરોડ ૨૨ લાખના ખર્ચે રસ્તાઓનો વિકાસકામનું તથા અન્ય સેકટરોમાં સ્માર્ટ સીટી યોજના અંતર્ગત કન્સ્ટ્રકશન ઓફ ફોર લેનીંગ ઓફ સેકટર લેવલ રોડૂસ એન્ડ એપ્રોચ રોડૂસની કામગીરી રૂપિયા ૩૦ કરોડ ૪૮ લાખના ખર્ચે કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કર્યું ગાંધીનગર શહેર-તાલુકામાં વિકાસકામોનું ખાતમુહૂર્ત કલોલ તાલુકાના આદરજ મોટી ગામે રૂપિયા ૯૦ લાખથી વધુના ખર્ચે કન્યાશાળામાં ૧૧ વર્ગખંડ અને મોટી ભોયણ ગામે શાળા નંબર ૧માં રૂપિયા ૩૩ લાખ જેટલા ખર્ચે નવા ૪ વર્ગ ખંડના નવનિર્માણ કામનું પણ ઇ-ખાતમુહૂર્ત કરાયુ હતુ. ગાંધીનગર તાલુકાના રૂપાલ, વાસન, સરઢવ, આદરજ મોટી, સોનીપુર ઉનાવા, પીંપળજ, જલુંદ અને પીંડારડા ગામમાં લોકસુખાકારી અને વિકાસના ૨૩ કામો રૂપિયા ૫૦ લાખના ખર્ચે, જેમાં આંગણવાડીની કંપાઉન્ડ વોલ, સી.સી. રોડ, સ્મશાન પેવર બ્લોક, ગટરલાઇન, સંરક્ષણ દીવાલ, ધોબીધાટ, પાણીની પાઇપલાઇન, શાળામાં શેડ જેવા વિવિધ કામોનું ઇ- ખાતમુહૂર્ત કરાયું હતું.