Charotar Sandesh
બોલિવૂડ

કેરિયર ડૂબી ના જાય તે માટે લગ્નની વાત છૂપાવી રાખી હતી : જૂહી ચાવલા

મુંબઇ : આજના સોશિયલ મીડિયાના સમયમાં ફિલ્મ સ્ટાર્સની કોઇ પણ વાત ખાનગી નથી રહેતી. વળી તે લોકો સામેથી જ પોતાના એકાઉન્ટ દ્વારા ફેન્સને તેમના જીવનની અલગ અલગ પળોને શેર કરતા રહે છે. પણ આ તમામની વચ્ચે જૂહી ચાવલાનો એક દાયકો હતો. જેમાં તેણે બોલિવૂડ પર રાજ કર્યું. અને તેમ છતાં લાંબા સમય સુધી પોતાના લગ્નની વાતને મીડિયા અને લોકોથી છુપાવીને રાખી. જો કે આજે આ વાતને વર્ષો વીત્યા પછી એક ઇન્ટરવ્યૂના માધ્યમથી જૂહી ચાવલાએ આ અંગે ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું છે કે કેમ ૨૫ વર્ષ સુધી જૂહીએ આ વાતની ભનક પણ કોઇને નહતી પડવા દીધી.

જૂહી ચાવલાએ રાજીવ મસંદને ઇન્ટરવ્યૂ આપતા પોતાના લગ્નને વાતને લઇને ખુલાસો કર્યો હતો. જૂહીને સવાલ કરવામાં આવ્યો કે તેમણે જય મહેતા સાથેના લગ્નને આટલા સિક્રેટીવ કેમ રાખ્યા? જે પર ક્ષણભર માટે ખચકાઇને જૂહીએ કહ્યું કે “તે સમયે ઇન્ટરનેટ નહતું, લોકોના ફોનમાં કેમેરા નહતા. વળી તે એવો સમય હતો જ્યારે હું મારી ઓળખ બનાવી રહી હતી અને સારું કામ કરી રહી હતી. આ સમયે જય મારા જીવનમાં આવ્યા. મને ડર હતો કે મારા લગ્નની ખબરના કારણે મારું કેરિયર ડૂબી જશે. હું મારા કેરિયરને ચાલુ રાખવા માંગતી હતી. અને આ માટે મને આ વચ્ચેનો રસ્તો નીકાળવો કે લગ્નને છુપાવી રાખું તે જ શ્રેષ્ઠ લાગ્યો.

Related posts

‘ફકીરા’ બન્યું SOTY 2નું ફર્સ્ટ હીટ સોંગ, 81 લાખવાર જોવાયું

Charotar Sandesh

સુશાંતના પિતાએ કહ્યું- ઉદાસીને કારણે દીકરાએ આત્મહત્યા કરી હશે

Charotar Sandesh

ઋતિક રોશનની ફિલ્મ ‘સુપર ૩૦’ નું પોસ્ટર રિલીઝ…

Charotar Sandesh