Charotar Sandesh
ગુજરાત

કેવડિયા નેશનલ પ્રિસાઇડીંગ કોન્ફરન્સ માટે રાષ્ટ્રપતિ ગુજરાત આવશે…

કેવડિયા : કેવડિયામાં નેશનલ પ્રિસાઈડીંગ કોન્ફરન્સ ૨૫ અને ૨૬ નવેમ્બરે યોજાનાર છે. આ કાર્યક્રમની તૈયારીને લઈને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કેવડીયાની મુલાકાતે પહોંચ્યા. તેમની સાથે પ્રવાસન અધિકારી તેમજ વન વિભાગના અધિકારીઓ સહિતના લોકો પણ હાજર રહ્યાં હતા. વિધાનસભાના અધ્યક્ષે વિધાનસભાના અધ્યક્ષોના સેમિનારના ચાલી રહેલી તૈયારીઓ સમીક્ષા પણ કરી હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં કેવડિયા ટેન્ટ સિટી ૨ માં દેશના તમામ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોનો સેમિનાર યોજશે. ૨૪ મી નવેમ્બરે મહેમાનોનું આગમન થશે. ૨૫-૨૬ નવેમ્બરે ટેન્ટ સીટી-૨ ખાતે સેમિનાર યોજાશે. જ્યારે ૨૭ મી નવેમ્બરે મેહમાંનો સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય પ્રોજેક્ટોની સંભવિત મુલાકાત લેશે. ત્યારબાદ ૨૮ મી નવેમ્બરે વિધાનસભા અધ્યક્ષો અને અધિકારીઓ કેવડિયાથી રવાના થશે. કેવડિયા ખાતેના આ કાર્યક્રમ દરમિયાન કોન્ફરન્સ હોલની બિલકુલ નજીકમાં લોકસભા સ્પીકર, વિધાનસભા અધ્યક્ષો સહિત અન્ય સંબંધિત અધિકારીઓ માટે ૨૬ રૂમમાં અલાયદી વ્યવસ્થાઓ ગોઠવાશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ આગામી ૨૪ થી ૨૭ કેવડિયા ટેન્ટ સિટી ૨ માં દેશના તમામ રાજ્યો ના વિધાનસભા અધ્યક્ષોનો સેમિનાર યોજસે જેમાં ઉદ્ધટતાન સભારમ માં રાષ્ટ્રપતિ હજાર રહેનાર છે ટેન્ટ સિટી ૨ ખાતે દેશ ના વિવિધ રાજ્યો ના વિધાનસભા અધ્યક્ષોનો સેમિનાર યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાંથી માંડ નવરા પડ્યાને નવો રાષ્ટ્રીય કાર્યક્રમ જાહેર થતા નર્મદા વહીવટી તંત્રની દિવાળી બગડી રહી છે.

Related posts

દેશમાં સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં ગુજરાત પાંચમા સ્થાને : નર્મદા, સાબરમતી નદીનો સમાવેશ

Charotar Sandesh

Breaking : ગુજરાતના ચાર મહાનગરો થશે લોકડાઉન : સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ લોકડાઉન…

Charotar Sandesh

હવેથી ચેન સ્નેચિંગ કરનારને થશે 10 વર્ષની સખત કેદની સજા

Charotar Sandesh