પોલીસે ૨૪.૩૨ લાખનો દારૂ ઝડપી પાડ્યો…
રાજકોટ : ગુજરાતમાં દારુબંધી તો હવે માત્ર નામની રહી છે. ગુજરાતના લોકો વાર તહેવારોએ અઢળક દારૂ પી જાય છે, અથવા અહીં પીવા ના મળે તો તેઓ દીવ-દમણ, આબુ કે ગોવા જઇને પોતાના શોખ પુરા કરતા હોય છે. ત્યારે રાજ્યમાં અનેક વખત બુટલેગરો દારૂ સંતાડવાના અનેક જુગાડો કરતા પોલીસના હાથ ઝડપાઇ ગયા છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અને કાયદાના ભયના કારણે બુટલેગરોને થોડો ભય તો લાગ્યો છે, પરંતુ તેઓ અવનવા જુગાડ કરીને પોલીસથી બચવા માટે પ્રયત્નો કરતા હોય છે.
રાજકોટમાં બુટલેગરોનો નવો કીમિયો સામે આવ્યો છે, જેણે જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. રાજકોટમાં બુટલેગરોએ કોંક્રીટ મિક્ષ કરવાના મશીનમાં દારૂ સંતાડી હેરાફેરી કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. હાલ પોલીસે કોંક્રીટ મિક્ષ કરવાના મશીનમાંથી દારૂ ઝડપાયો છે. પોલીસે ૨૭૫ પેટી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રાજકોટના કાળીપાટ પાસેથી આરોપી બળવંત શાહુની ધરપકડ પણ કરવામાં આવી છે. આ ઘટનામાં પોલીસે રૂપિયા ૨૪.૩૨ લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કોક્રેટ મિક્ષ કરવામાં મશીન માંથી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપી એક મોટું ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. રાજકોટમાં કોક્રેટ મિક્ષ કરવામાં મશીનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૭૫ પેટી ઝડપી પાડી છે. દારૂ હેરાફેરીમાં બુટલેગરો અવનવા કીમિયો અપનાવે તે હવે સામાન્ય બન્યું છે, ત્યારે આ વખતનો કિમીયો જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. રાજકોટ પોલીસને બાતમી મળી હતી કે કાળીપાટ પાસે મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થવાની છે, તે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે કાળીપાટ પાસેથી કોક્રિટ મિક્ષ કરવાના મશીનમાંથી દારૂની પેટીઓ ઝડપી હતી. આ ઘટનામાં આરોપી બળવંતસિંહ શાહુની પણ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચને આ ઘટનામાં ૧૪,૨૮૦૦૦ દારૂ મળી ટોટલ ૨૪.૩૨.૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.