અમદાવાદ : કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. હાર્દિક પટેલને વર્ષ ૨૦૨૨ની ચૂંટણી પહેલા મોટી રાહત આપવામાં આવી છે. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલને ૧ વર્ષ માટે રાજ્યની બહાર જવા માટે લીલી ઝંડી આપી દીધી છે. ૧ વર્ષ માટે રાજ્ય બહાર જવા માટે હાર્દિક પટેલને કોર્ટની પરવાનગી અપાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને રાજ્યની બહાર ન જવાની શરતે કોર્ટે જામીન મંજુર કર્યા હતાં. અગાઉ પણ કોર્ટે રાજ્યની બહાર જવા માટે પરવાનગી આપી હતી. રાજદ્રોહ કેસની સુનાવણીમાં હાર્દિક સહકાર આપશે તેવી હાર્દિકે રજૂઆત કરી હતી.