Charotar Sandesh
ગુજરાત

કોંગ્રેસના નિર્ણયથી રાજ્યસભાની ૨ બેઠકો પર ભાજપના બંને ઉમેદવારો થયા બિનહરીફ…

ભાજપે રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા, દિનેશ પ્રજાપતિ, રામભાઈ મોકરિયાને ટિકીટ મળી…

કોંગ્રેસે જાહેરાત કરી કે રાજ્યસભા માટેની બેઠકો પર ઉમેદવારો ઉતરશે નહિ…

ગાંધીનગર : ભાજપે રાજ્યસભાની ખાલી પડેલી બેઠેકો પર બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે દરવખતની જેમ આ વખતે પણ બંને બેઠકો પર નવા જ નામો જાહેર કર્યા છે. ભાજપે રાજ્યસભાની બે બેઠકો પર દિનેશભાઇ જેમલભાઇ પ્રજાપતિ અને રામભાઇ મોકરિયાનું નામ જાહેર કર્યું છે.
કૉંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધન બાદ આ બંને બેઠકો ખાલી પડી છે. નોંધનીય છે કે, ૧ માર્ચના રોજ રાજ્યસભાની પેટાચૂંટણી યોજાવવાની છે. હાલ મળતી માહિતી પ્રમાણે, બે ઉમેદવારોમાંથી એક સૌરાષ્ટ્ર છે અને અન્ય ઉત્તર ગુજરાતમાંથી આવે છે. જો આપણે ઉમેદવારોની વાત કરીએ તો દિનેશ પ્રજાપતિ ઓબીસી ચહેરો છે, તેઓ બનાસકાંઠામાંથી આવે છે. તેઓ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી, જિલ્લા ભાજપ પૂર્વ યુવા મોરચા પ્રમુખ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે. રામભાઈ મોકરિયા એબીવીપી કાર્યકર્તા છે. તેઓ મૂળ પોરબંદરના નિવાસી છે. તેઓ હાલ રાજકોટમાં કાર્યરત છે.
તેઓ મારુતિ કુરિયરના મલિક છે અને ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે. હાલમાં રાજકીય વર્તુળોમાં તેવી ચર્ચા ચાલી રહી છે કે, બંને બેઠક પર ભાજપ પોતાના બે ઉમેદવાર રાજ્યસભામાં મોકલવા માટે સફળ થશે. કારણકે વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી બાદ અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની ખાલી પડેલી રાજ્યસભા બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ધારાસભ્યોએ બંને બેઠકો માટે અલગ-અલગ મત આપવા પડ્યા હતા એટલે કે, ચૂંટણી ભલે એક જ દિવસે યોજાય પરંતુ બંને બેઠકો માટે વિધાનસભાના તમામ સભ્યો અલગ-અલગ મતદાન કરશે.
કોંગ્રેસે જે તે સમયે આ મુદ્દાને સુપ્રીમ કોર્ટમાં પણ પડકાર્યો હતો. પરંતુ ચૂંટણી પંચ દ્વારા વર્ષ ૨૦૦૯ અને ૧૯૯૪માં યોજાયેલી ચૂંટણીનો રેફરન્સ આપતા એક જ જાહેરનામા બંનેએ બેઠકોની અલગ-અલગ ચૂંટણી કરવા થયેલા આ પ્રક્રિયાનો હવાલો આપ્યો હતો એટલે કે ગુજરાતની ખાલી પડેલી બંને બેઠકો પર ભાજપના બંને ઉમેદવારને જીત મળશે અને રાજ્યસભા પહોશે.
કોંગ્રેસ નહિ ઉતારે ઉમેદવાર
રાજ્યસભામાં ભાજપના બન્ને ઉમેદવાર બિનહરીફ થયા છે. કોંગ્રેસ એક પણ ઉમેદવાર રાજ્યસભામાં નહીં ઉતારે કારણ કે, વિધાનસભામાં કોંગ્રેસ પાસે પુરતુ સભ્ય સંખ્યાબળ છે જ નહીં. અને પુરતુ સભ્ય સંખ્યાબળ ન હોવાથી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બન્ને બેઠક માટે અલગ અલગ જાહેરનામું હોવાથી નિર્ણય લેવામાં આવ્યો છે. હાલની સ્થિતિએ કોંગ્રેસના ઉમેદવાર જીતવાની સ્થિતિએ નથી. રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસના માત્ર ૩ સભ્યો જ બાકી રહી જશે. રાજ્યસભામાં ગુજરાતની ૧૧ બેઠકો છે. ચૂંટણી બાદ ભાજપ ની ૮ અને કોંગ્રેસના ૩ રહેશે.

Related posts

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો…

Charotar Sandesh

મુખ્યમંત્રી રૂપાણી-નિતીન પટેલ-પ્રદિપસિંહ હોમ કવોરન્ટાઈનમાં… ધારાસભ્ય ખેડાવાલા હોસ્પિટલમાં…

Charotar Sandesh

રાજ્યમાં એકંદરે સારું ચોમાસું, સિઝનનો ૧૧૦ ટકા વરસાદ વરસ્યો…

Charotar Sandesh