કૃષિ બિલના વિરોધમાં ગુજરાત કોંગ્રેસના ગાંધીનગરમાં ધરણા…
ગુજરાત કોંગ્રેસના ધરણામાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા…
ગાંધીનગર : ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં પ્રતિક ઉપવાસ અને ધરણા શરૂ કરાયા છે. જેમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં ધરણા શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ ધરણામાં કોવિડની ગાઇડલાઇનનું પાલન થતું જોવા મળ્યું નથી. સાથે જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. ખેડૂત આંદોલનઃકૃષિ બિલના વિરોધમાં ગુજરાત કોંગ્રેસના ગાંધીનગરમાં ધરણા, સાતવે કહ્યું- ૭/૧૨નાં ઉતારા રાખવા હોય તો ૮/૧૨ના બંધમાં જોડાવવું જ પડશે. કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં આજે રવિવારે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધીનગરના સેક્ટર-૬ સ્થિત સત્યાગ્રહ છાવણીમાં ધરણાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. એક દિવસના પ્રતીક ઉપવાસની ૫૦ લોકોની સંખ્યાની મર્યાદામાં ગાઈડલાઈન પાલનની પોલીસ મંજૂરી સાથે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, પાર્ટીના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, હાર્દિક પટેલ સહિતના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ ઉપવાસ પર બેઠા છે.
આ દરમિયાન રાજીવ સાતવે કહ્યું કે, ૭/૧૨નાં ઉતારા રાખવા હોય તો ૮/૧૨ ના બંધના એલાનમાં જોડાવવું જ પડશે. ગુજરાત કોંગ્રેસના પ્રદર્શનને પગલે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પોલીસ છાવણીમાં ફેરવી દેવાઈ હતી. વધુ લોકોની મંજૂરી ન હોવાથી પાલન થાય તેને લઈ ૫ જેટલા પોલીસ ઈન્સપેક્ટર સહિત ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગાંધીનગર પ્રાંત કલેક્ટર પણ ખાસ હાજર રહ્યાં હતા. આ તકે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે ખેડૂતો સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધમાં કોંગ્રેસ પણ સામેલ થશે તેમ જણાવ્યું હતું. નોંધનીય છે કે શુક્રવારે પણ ગુજરાત કોંગ્રેસે જિલ્લા મુખ્ય મથકો પર ધરણાં કર્યાં હતા. કોંગ્રેસ નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી હતી. ૮/૧૨ ના બંધના એલાનમાં જોડાવવું જ પડશે.
આ બિલ લોકસભા-રાજ્યસભા આવ્યું ત્યારે સરકારે કહ્યું હતું ખેડૂત ગમે ત્યાં ખેત પેદાશ વેચી નહી શકે. બે રાજ્ય હરિયાણા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ આ સ્પષ્ટ કર્યું છે. તો શું હવે ગુજરાતનો ખેડૂત મધ્યપ્રદેશમાં ખેત પેદાશ નહિં વેચી શકે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ખેડૂતોને જેલમાં નાખવાની વાત કરી છે. છેલ્લા ૬ વર્ષમાં કેન્દ્ર સરકારે એક પણ સારું કામ ખેડૂતો માટે કર્યું નથી.હવે ત્રણ કાળા કાયદા કેન્દ્ર સરકાર લઈને આવી છે. ખેડૂતોને શું જોઈએ છે તે ખેડૂતોને પૂછવાની જરૂર હતી. સ્જીઁ( મિનિમમ સપોર્ટ પ્રાઇસ) ની વાતમાં અનેક રાજ્યના ખેડૂતો જાગ્યા છે. અમે અનેકવાર કહ્યું ખેડૂતોની વાત સંભાળવાની જરૂર છે તો અમને ગૃહમાંથી સસ્પેન્ડ કર્યા. ગુજરાતમાં ખેડૂતોને પાક વીમો નથી મળ્યો અને અનેક જિલ્લા તાલુકામાં વધારે વરસાદ થવાથી પાકને નુકસાન થયું છે. રાજ્ય સરકારે ખેડૂતોને વળતર પણ આપ્યું નથી.