Charotar Sandesh
ગુજરાત

કોંગ્રેસને હવે હાર દેખાઇ ગઈ છે, બિનલોકશાહી પ્રવૃતિ કરી રહી છે : રૂપાણી

લીંબડી : સીએમ રૂપાણી અને સી આર પાટીલ આજે પેટાચૂંટણીના પ્રચાર માટે લીંબડી પહોંચ્યા હતા જ્યાં તેમણે કોંગ્રેસને ડુબતી પાર્ટી કહી હતી અને ચુંટણી થવાનું કારણ પણ કોંગ્રેસ જ હોવાનું જણાવ્યું હતુ. ગુજરાતમાં ૩જી નવેમ્બરના રોજ આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપતા આ બેઠકો ખાલી પડી હતી જેમાં લીંબડી બેઠક પર પ્રચાર કરવા સીએમ રૂપાણી અને ભાજપ પ્રદેસ પ્રમુખ સી આર પાટીલ પહોંચ્યા હતા.
સીએમ રૂપાણીએ સભાને સંબોધતા જણાવ્યું હતુ કે, ગુજરાતમાં હાલ જે પેટાચૂંટણી થઈ રહી છે તે કોના કારણે થઈ રહી છે. કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાંને કારણે જ ગુજરાતમાં ચુંટણી થઈ રહી છે. સીએમ રૂપાણીએ જણાવ્યું હતુ કે, ભાજપ આઠેય બેઠકો ભારે બહુમતી સાથે જીતશે. કોંગ્રેસ પાસે મુદ્દાઓ નથી એટલે ટ્‌વીટ કરે છે. કોંગ્રેસને હવે હાર દેખાઇ ગઈ છે. કોંગ્રેસ બિનલોકશાહી પ્રવૃતિ કરી રહી છે. અમારે વકરો એટલો જ નફો છે. નેતા વિહોણી કોગેસ છે.
સી આર પાટીલ પણ જણાવ્યું હતુ કે, કોંગ્રેસ ઉમેદવારો જીત્યા બાદ પ્રજામા જોવા જ નથી મળતા. કોંગ્રેસને પોતાના પર જ વિશ્વાસ નથી. કોંગ્રેસ ટાઇટેનિક જાહજ છે ક્યારે પણ ડુબી શકે છે. લીંબડી સભામાં સી.આર.પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી બદલવાની ચર્ચા મુદ્દે નિવેદન સામે આવ્યું છે. પાટીલે કહ્યું હતુ કે, આપણા સીએમ વિજય રૂપાણી છે અને રહેશે.

Related posts

કોંગ્રેસ કૃષિ કાયદાથી નુકસાન સાબિત કરી બતાવે, હું રાજીનામું આપી દઇશ : ફળદુ

Charotar Sandesh

ગુજરાતમાં દક્ષિણ દ્વારે મેઘરાજી એન્ટ્રી, બે દિવસમાં ભારે વરસાદની આગાહી…

Charotar Sandesh

રિટાયર્ડ બ્યુરોક્રેટ ગુજરાતનું શાસન ચલાવે છે : શંકરસિંહનો મોટો આક્ષેપ…

Charotar Sandesh