ટંકારા : કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલની રામોલ પોલીસ અને બોપલ પોલીસ ધરપકડ કરવા પહોચી છે. ત્રણ વર્ષ જુના ટંકારા કોર્ટમાં ચાલતા કેસને અનુલક્ષીને તેની ધરપકડ કરવાં આવી છે. જો કે ઉલ્લેખનિય છે કે બંને પોલીસ તેની ધરપકડ કરવા માટે સાથે જ પહોચી હતી. હાર્દિક છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભમાં છે અને તેના કોઈ સમાચાર નથી. આ પહેલાં હાર્દિક પટેલને ગુજરાતમાં રાજ્યસભાનો ઉમેદવાર બનાવવાની પણ વાત હતી ત્યારે પણ હાર્દિક પટેલ ક્યાં છે તે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો.
અમદાવાદ સેશન્સ કોર્ટે હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યા હતા. કોર્ટ મુદતમાં હાજર ન રહેતા ધરપકડ હાર્દિકની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, હાર્દિકના વકીલે કોર્ટમાં બાંયધરી આપતા કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. હાર્દિકના વકીલે કોર્ટને કહ્યું હતું કે, હવે પછી આવી ભૂલ નહિ થાય. કોર્ટ મુદ્દત વખતે હાર્દિક ફરજિયાત હાજર રહેશે તેવો વકીલે કોર્ટને વિશ્વાસ અપાવ્યો હતો.