મુંબઈ : કોરોના મહામારી છતાં બોલિવૂડમાં લગ્નની શરણાઈઓ વાગી રહી છે. નેહા કક્ડ, આદિત્ય નારાયણ બાદ હવે કોરિયોગ્રાફર-એક્ટર પુનીત પાઠકે પણ ગર્લફ્રેન્ડ નિધિ મોની સિંહ સાથે શુક્રવારે લગ્ન કર્યા હતા. જેમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. પુનીત અને નિધિના લગ્નમાં ભારતી સિંહ, હર્ષ લિંબાચિયા, અને યશસ્વિની દયામા પણ સામેલ થયા હતા. તેમના લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પુનીત અને નિધિએ ઓગસ્ટમાં સગાઈ કરી હતી.
બંને ઝલક દિખલા જાના સેટ પર મળ્યા હતા. જે બાદ બંનેએ રિયાલિટી ટીવીશો દિલ હે હિન્દુસ્તાનીમાં સાથે કામ કર્યુ હતું. ભારતી સિંહે પુનીત અને નિધિને તેમના લગ્ન માટે અભિનંદન આપતો વીડિયો શેર કર્યો છે. પુનીતે લાઇટ પિંક શેરવાની પહેરી હતી અને નિધિ પિંક લેહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.પુનીત અને નિધિએ સ્ટેજ પર રોમેન્ટિક ગીતો પર ડાન્સ પણ કર્યો છે. પુનીત પાઠકે રેમો ડિસોઝાની ફિલ્મ એબીસીડીમાં કામ કર્યું છે.
આ પછી તેણે નવાબજાદેમાં પણ અભિનય કર્યો અને તેમની તાજેતરની ફિલ્મ વરુણ ધવન સાથેની સ્ટ્રીટ ડાન્સર હતી. આ પહેલા પુનીતે એક ઇન્સ્ટા પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે લગ્નની તારીખ જણાવતા એક ક્યૂટ કેપ્શન આપ્યું હતું. કેપ્શનમાં પુનીતે લખ્યું છે- એક તારીખ જે આપણી સાથે કાયમ માટે રહેશે, એવી તારીખ કે જે આપણને હંમેશ માટે બદલી દેશે, આપણા જીવનનો નવો અધ્યાય ૧૧/૧૨/૨૦૨૦ ના રોજ શરૂ થશે, તમારી, મારી અને અમારી વાર્તાઓનો. એક સુંદર પ્રકરણ.