Charotar Sandesh
ગુજરાત

કોરોનાએ ગુજરાતમાં એક જ દિવસમાં સદી ફટકારી, ૧૦૫ કેસો નોંધાયા…

કોરોના ટેસ્ટીંગની સંખ્યા વધારી હોવાથી કેસો વધારે બહાર આવ્યાં : સરકારનો બચાવ

સૌથી વધુ અમદાવાદમાં ૪૨, સુરત ૩૫, વડોદરા ૬, ભાવનગર ૪, આણંદ ૮, નર્મદા ૪, ગાંધીનગર, ખેડા અને પંચમહાલ એક એક કેસ,કચ્છ, બોટાદમાં એક-એક પુરૂષ અને અમદાવાદમાં એક વૃદ્ધ મહિલાનું મૃત્યું થયું…

ગાંધીનગર : ગુજરાતમાં વૈશ્વિક મહામારી કોરોના વાઇરસનો હાહાકાર વધ્યો હોય તેમ આજે એક જ દિવસમાં કોરોનાના કેસોએ સેન્ચ્યુરી ફટકારી હોય તેમ ૧૦૫ કેસો બહાર આવ્યાં હતા. જેમાં ૪૨ કેસો તો એકલા અમદાવાદના હતા. ગુજરાતમાં લોકડાઉન-૨ બાદ કોરોના પોઝીટીવના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે તેના કારણોમાં સરકારે એવો બચાવ કર્યો કે સરકારે કોરોની ટેસ્ટીંગની સંખ્યા વધારી હોવાથી કેસો વધારે બહાર આવ્યાં છે. અને હવે લગભગ રોજના ૧૦૦ નવા કેસો બહાર આવી શકે એમ આરોગ્યમંત્રી નીતિન પટેલનું માનવુ હતું. આજે વધુ ૩ મૃત્યુ સાથે કોરોનાથી મરનારાઓની સંખ્યા ૩૬ પર પહોંચી હતી. સરકારના મતે, કોરોનાના હોટસ્પોટ વિસ્તારમાંથી વધારે કેસો આવી રહ્યાં છે. બીજી તરફ અમદાવાદ બાદ હવે સુરતમાં પણ કોરોનાને આગળ વધતો રોકવા કર્ફયુ લાદવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં નવા જિલ્લાઓમાં પણ કોરોનાએ એન્ટ્રી મારી છે. અને નર્મદા જિલ્લામાંથી પણ કેસ નોંધાયો છે.
રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. બોટાદમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ પોઝિટિવ દર્દીનો આંક ૮૭૪ થયો છે. આ પહેલા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧૦૫ નવા કેસ થયા છે. જેમાં ૪૨ અમદાવાદમાં, ૩૫માં સુરત કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ ૬૪ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ નવા મોત સાથે મૃત્યાંક ૩૬ થયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૯૭૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અત્યારસુધીમાં ૨૦૨૦૪ ટેસ્ટ થયા હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે સવારની બ્રિફિંગમાં જણાવ્યું હતું.

ગુજરાતમાં કોરોના સતત પ્રસરી રહ્યો છે અને રાજ્યના ૨૩ જિલ્લામાં પહોંચી ગયો છે. કોરોનાના પગલે કચ્છમાં પહેલું મોત થયું છે. આ સાથે જ રાજ્યનો કુલ મૃત્યુઆંક ૩૬ થયો છે. જ્યારે કુલ ૮૭૧ દર્દીઓમાંથી ૬૪ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આમ બુધવાર સાંજ સુધીમાં ૭૯૧ કેસ નોંધાયા હતા અને જે વધીને હવે ૮૭૧ થયા હતા.
તેમણે જણાવ્યું હતું કે, કાલે રાતથી આજે ગુરૂવારની સવાર સુધી નવા કુલ ૧૦૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ૪૨ નવા કેસ નોંધાયા છે. સુરતમાં ૩૫, વડોદરામાં ૬, રાજકોટમાં ૩, બનાસકાંઠામાં ૪, આણંદમાં ૮ , નર્મદામાં ૪ અને ગાંધીનગર, ખેડા, પંચમહાલમાં એક એક નવા કેસો નોંધાયા છે. અત્યાર સુધી કુલ ૮૭૧ કેસ નોંધાયા છે. જેમાં વેન્ટિલેટર ઉપર ૫ લોકો છે અને ૭૬૭ લોકો સ્થિર હાલતમાં સારવાર હેઠળ છે. અમદાવાદમાં જુહાપુરા, જમાલપુર, દાણીલીમડા, મણિનગર, મેઘાણીનગર, સરસપુર અને ગોમતીપુરનો સમાવેશ થાય છે. જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કુલ ૮૭૧ પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં કુલ ૬૪ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ નવા મોત સાથે મૃત્યાંક ૩૬ થયો હોવાનું જણાવ્યું છે.

કોરોનાના વધતી જતી ચિંતા સામે ટેસ્ટિંગનું પ્રમાણ વધ્યું છે. અત્યાર સુધી કુલ ૨૦ હજાર ૨૦૪ ટેસ્ટ થયા છે. ગત ૨૪ કલાકમાં ૨૯૭૧ કેસ ટેસ્ટ કર્યા હતા. જેમાં ૧૭૭ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના ટેસ્ટનું પ્રમાણ એક મિલિયન પર ૨૬૭ થાય છે, જે ભારતમાં આંકડો ૧૭૭ છે. ૨૪ કલાકમાં ૨૭૯૪ નેગેટિવ કેસ થયા છે.
આજે નોંધાયેલા નવા પોઝિટિવ કેસ અમદાવાદના જુહાપુરા, જમાલપુર, દણીલીમડા, બેહરામપુર, બોડકદેવ, મણિનગર, મેઘાણીનગર, સરસપુર અને ગોમતીપુર વિસ્તારના છે. તો ૩૫ કેસમાં સુરતના મન દરવાજા, કતારગામ અને રુસ્તમપુરા વિસ્તારો આવે છે. રાજકોટના નવા કેસ જંગલેશ્વર વિસ્તારના છે.

દરમ્યાનમાં, કોરોનાને કારણે સુરત શહેરના જે પોલીસમથકોના વિસ્તારમાં કરફયુનો અમલ થવાનો છે તેમાં સલાબતપુરા પોલીસમથક, મહિધરપુરા પોલીસમથક, લાલગેટ પોલીસમથક, અઠવા પોલીસમથક અને લિંબાયત પોલીસમથકના કમરૂનગર પોલીસમથક વિસ્તારમાં કર્ફયુ રહેશે. કર્ફયુના આ દિવસો દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, દવાઓ, કરિયાણુ વગેરેની ખરીદી માટે બપોરે ૧ થી ૪ ના સમયમાં માત્ર મહિલાઓ માટે કર્ફયુમુકિત આપવામાં આવશે.

Related posts

આખરે નારાજ શંકરસિંહ વાઘેલાનું એનસીપીમાંથી રાજીનામું : પ્રજાશક્તિ મોર્ચાથી મેદાનમાં ઉતરી શકે…

Charotar Sandesh

રાજ્યમાં ઉત્તરાયણ બાદ એક દિવસમાં જ અધધ પ હજાર કેસ વધ્યા : છેલ્લા ૨૪ કલાકમાં જાણો કેટલા કેસ

Charotar Sandesh

રૂપાણી સરકારનું અઘોષિત લોકડાઉન, સમગ્ર રાજ્યના શહેરો સજડ બંધ…

Charotar Sandesh